હાલમાં શાળા કોલેજોમાં એડમિશન, આવાસ યોજના તથા અન્ય યોજનાકીય લાભો મેળવવા જરૂરી આવકના દાખલા અને પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે તેમજ આવા દાખલા-પ્રમાણપત્રો અરજદારોએ સમયમર્યાદામાં રજૂ કરવાના હોવાથી જનસેવા કેન્દ્રો પર અરજદારોને સહાયરૂપ થવા અમદાવાદ જિલ્લાના જનસેવા કેન્દ્રો સમય જાહેર રજા તથા તમામ શનિવાર-રવિવારે સવારે ૯-૦૦ કલાકે શરૂ કરવાનો નિર્ણય જીલ્લા કલેકટરે કર્યો છે.
જનસેવા કેન્દ્રો તમામ શનિવાર તથા રવિવાર તથા જાહેર રજાના દિવસો એ કાર્યરત રહેશે. આથી બીજા અને ચોથા શનિવાર તેમજ મહિનાના તમામ રવિવારના દિવસોએ સવારના ૯-૦૦ કલાકથી દાખલા-પ્રમાણપત્રો જનસેવા કેન્દ્રો પરથી મેળવી શકાશે.
જનસેવા કેન્દ્રમાં નાગરિકલક્ષી 102 સેવાઓ રજાના દિવસે મળશે
પ્રમાણપત્રની દર્શાવાયેલ દસ સેવાઓ.
સોલવન્સી સર્ટીફીકેટ મેળવવા બાબત
આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત
પછાત વગના ઉમેદવારોએ ર્નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર મેળવવા અંગે અરજી
ધાર્મિક અને ભાષાકીય લઘુમતી અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબત
અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ માટેનું પ્રમાણપત્ર મેળવવા બાબત
રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત (ફકત રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવવા માટે)
ડોમીસાઈલ સર્ટીફીકેટ ઈસ્યુ કરવા બાબત
વારસાઈ પ્રમાણપત્ર આપવા બાબત
વિધવા હોવા અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત
આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા શું જોઈએ
એપ્લીકેશન ફોર્મ – નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ. ફીરુ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક
અરજદારનો તલાટી સમક્ષ રૂબરૂ જવાબ
પંચનામું
રહેઠાણ અંગેનું પુરાવો
રેશનકાર્ડ
છેલ્લા માસનું ટેલીફોન બીલ–લેન્ડલાઈન સહિત મોબાઈલ ફોનનાં બીલોની વિગત આપવી
છેલ્લા માસનું લાઈટ બીલ
નોકરી કરતાં હોયતો આવકનો પુરાવો
ધંધો/વ્યવસાયના પુરાવા
ધંધો/વ્યવસાયના આવકના છેલ્લા વર્ષના સરવૈયાની નકલ તથા ઇન્કમટેક્ષની નકલ હોવી જરૂરી છે.