અમદાવાદ કલેક્ટરે રૂ.4000 કરોની મિલકતો પર કબજો લીધો 

13 જુન 2018માં રૂ.6700 કરોડના મિલકત કેસ ટાંચમાં લેવાનો એક જ દિવસમાં આદેશ કર્યા બાદ વેજલપુરમાં રૂ.18 કરોડની જમીન પર માલધારીઓએ દબાણ કર્યું હતું તે ખૂલ્લુ કરી દેવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલાં કરોડોની કિંમતના બે પ્લોટ ખૂલ્લા કરાવીને સરકારી મિલકત પર ફરી સરકારે કબજો મેળવ્યો છે. હજુ બીજી અબજો રૂપિયાના સરકારી પ્લોટો પરના ગેરકાયદે દબાણો ખૂલ્લા કરાશે. જો કે આ દબાણો થવા દેવા માટે કલેક્ટરે એક પણ અધિકારી સામે પગલાં લીધા નથી. જેમાં મોટો ભ્રષ્ટાચાર થયો હતો. જે નિર્ણયો લેવાયા છે તેમાં સરકારી મિલકતોને રૂ.4000 કરોડનો ફાયદો થયો છે.

જિલ્લા કલેક્ટર ડો. વિક્રાંત પાંડેએ હાથ ધરેલી કાર્યવાહીમાં વેજલપુરમાં રૂ.18 કરોડની સરકારી જમીન પર બંધાઇ ગયેલી ગેરકાયદે 24 દુકાનો તોડી પાડી હતી. સરવે નં.772ની 6779ચો.મીટર જમીનમાં આ દબાણો થયા હતા. સમગ્ર રાજ્યમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે, તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટરે પણ શહેરમાં સરકારી જમીન પર થયેલા દબાણો હટાવવા કાર્યવાહી કરી હતી.

રૂ.6700 કરોડની મિલકતોના કેસોનું હીયરીંગ કરીને રૂ.3770 કરોડની મિલકતો સરકારના ટાંચમાં લીધી છએ. સિક્યુટરાઈઝેશન એક્ટ હેઠળ ગુજરાતમાં એક જ સમયે આટલી મોટી મિલકતો સરકાર હસ્તક લેવામાં આવી છે. જે લગભગ 400 જેટલી મિલકત થવા જાય છે. તે ગુજરાત માટે અસામાન્ય છે. 176 કેસો પૈકીનો રોટોમેક ગ્લોબલ પ્રા.લી.નો સૌથી મોટો કેસ હતો. આ કંપની સામે બેંક ઓફ બરોડાએ અરજી કરી હતી. તેના આધારે રૂ.529 કરોજડની મિલકત ટાંચમાં લેવામાં આવી છે. હવે આ બધી મિલકતોની હરાજી કલેક્ટર દ્વારા કરવામાં આવશે. ઉપરાંત કંડલા એન્જીનિયરીંગ અને કેમિકલ્સની રૂ.377 કરોડની મિકલતો પણ આવી જ છે. ગ્રીનલેન્ડ ઈન્ફ્રારોનની રૂ.557 કરોડ તથા હિમાલયા દર્શન કો-અપરેટીવ હાઉસીંગ સોસાયટીની રૂ.524 કરોડની મિલકતોનો સમાવેશ થાય છે.

આશારામની 100 કરોડની જમીન પણ મેળવાશે

જેલમાં રહેલાં ગુરુ આસારામના અમદાવાદ ખાતે મોટેરા સાબરમતિના કિનારે 12,840 ચો.મી. જમીનમાં આસારામના એલ.એસ. ટ્રસ્ટનો કબજો ગેરકાયદે હતો. ગેરકાયદે બાંધકામો દૂર કરવાનો આદેશ કરાયો છે. જે હવે દૂર કરવામાં આવતા રૂ.100 કરોડ સુધીની જમીન ખૂલ્લી થશે. જો કે આ જમીન પરના ગેરકાયદે બાંધકામોની ઈમ્પેક્ટ ફી લઈને કાયદેસર કરીને કૌભાંડ કરનારા અમદાવાદા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને જમીન પર દેરકાયદે કબજો કરવા માટે મદદ કરનારા એક પણ અધિકારી સામે પગલાં લેવાયા નથી.