અમદાવાદ પશ્ચિમ: ભાજપને ચિંતા નથી, કોંગ્રેસે આશા રાખવા જેવી નથી

પૂર્વ વિસ્તારના ઉદ્યોગપતિઓ અહીંના એક વિસ્તારમાં આવીને વસ્યા છે. તો બીજી બાજુ શ્રમજીવી અને સામાજિક રીતે પછાત લોકો અહીં રહે છે. અમદાવાદનો સૌથી મોંઘો વિસ્તાર અને વેપારનું હ્રદય ધરાવતો વિસ્તાર પણ આ લોકસભા બેઠકમાં છે.

વિધાનસભા બેઠકો: – 44-એલિસબ્રીજ, 50-અમરાઈવાડી, 51-દરિયાપુર, 52-જમાલપુર-ખાડિયા, 53-મણીનગર, 54-દાણીલીમડા(SC), 56-અસારવા(SC).

લોકસભામાં જ્ઞાતિના સમીકરણ:

વિધાનસભા બેઠક કૂલ SC દલિત આદિજાતિ મુસ્લિમ OBC ઓબીસી GENERAL સામાન્ય

નામ
ઠાકોર કોળી રબારી ચૌધરી અન્ય લેઉવા પટેલ કડવા પટેલ ક્રિશ્ચિયન બ્રાહ્મણ જૈન દરબાર અન્ય
44 એલિસબ્રીજ 2,17,327 26,079 2,173 23,906 6,520 4,347 2,673 1,673 21,733 10,866 8,693 2,173 17,386 36,946 6,520 45,639
50 અમરાઈવાડી 2,29,320 48,157 2,293 6,880 11,466 6,880 9,173 2,293 45,864 9,173 11,466 2,293 2,293 2,293 6,880 61,916
51 દરિયાપુર 1,69,893 11,892 1,299 78,550 5,097 0 1,699 0 16,989 5,097 6,796 1,699 3,398 5,097 3,398 28,882
52 જમાલપુર-ખાડિયા 1,76,825 26,524 335 1,08,364 1,433 0 1,268 0 10,610 1,778 678 1,090 2,267 1,269 1,758 19,451
53 મણીનગર 2,19,280 39,470 1,693 17,542 2,693 2,193 2,593 1,793 28,506 24,121 21,928 2,193 19,735 17,542 2,193 35,085
54 દાણીલીમડા 1,90,833 40,376 1,608 91,601 1,661 247 1,766 142 9,542 1,928 1,888 7,633 1,523 1,908 5,725 23,285
56 અસારવા 1,78,413 39,251 3,568 1,734 10,705 1,834 3,568 1,784 49,956 8,921 7,137 1,784 1,784 1,784 16,057 28,546
કૂલ  2012 પ્રમાણે 13,81,891 2,31,749 12,969 3,28,577 39,575 15,501 22,740 7,685 1,83,200 61,884 58,586 18,865 48,386 66,839 42,531 2,42,804

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા 2017 વિધાનસભા
BJP 6,17,104 5,87,569
INC 2,96,793 3,96,205
તફાવત 3,20,311 1,91,364

 

2014 લોકસભા

મતદાર : 1534400
મતદાન : 965560
કૂલ મતદાન (%) : 62.92

 

ઉમેદવારઉમેદવારનું નામ પક્ષ કૂલ મત % મત
ઈશ્વરભાઈ ધાનાભાઈ મકવાણા INC 296793 30.74
ડો.કિરીટ પી સોલંકી BJP 617104 63.92
ટાવડા મનસુખભાઈ નાગરભાઈ BSP 6205 0.64
અમૃત સોનારા BSDL 941 0.10
નરેન્દ્ર સાંખલીયા LSWP 1391 0.14
ડો. જે જી પરમાર BMUP 2564 0.27
જે જે મહેતા AAAP 17332 1.80
આર્ય મુળજીભાઈ ખાનાભાઈ IND 808 0.08
પરમાર હરજીવનભાઈ કાળાભાઈ IND 807 0.08
સોલંકી રમેશભાઈ દાનાભાઈ IND 1256 0.13
સોલંકી વિઠ્ઠલલાલભાઈ મગનભાઈ IND 2837 0.29
None of the Above NOTA 16571 1.72

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

2009       કિરીટ પ્રેમજીભાઈ સોલંકી                                               BJP

2014       કિરીટ પ્રેમજીભાઈ સોલંકી                                               BJP

વિકાસના કામો

  • વર્ષ 2005માં UPA – યુપીએ સરકારે અમદાવાદને મેગાસિટીનો દરજ્જો આપ્યા બાદ શહેરના વિકાસમાં વેગ આવ્યો છે. જેમાં JNNURM પ્રોજેકટથી શહેરમાં BRTS અને AMTSના નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે સુવિધાઓમાં વધારો થયો છે.
  • અમદાવાદમાં ફ્લાયઓવર અને અંડરપાસ બન્યા, રસ્તા પહોળા થયા એ બાબતો ઊડીને આંખે વળગે છે. અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિસ્તરણ બાદ સુપર્બ બની ચૂક્યું છે.
  • કાલુપુર રેલવે સ્ટેશન પર મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, લોકલ ટ્રેન, એએમટીએસ અને બીઆરટીએસ એમ ચાર માસ ટ્રાન્સપોર્ટથી જોડાઈ રહ્યું છે. મેટ્રો ટ્રેન અને બુલેટ ટ્રેન શરૂ થતાં અમદાવાદ અનોખું બની જશે.

પ્રશ્નો ઘટનાઓ

  • સસ્તા આવાસ યોજનામાં લખુડી સહિત ઘણા આવાસોમાં કૌભાંડ થયા છે.
  • ગુજરાત હાઉસીંગ પ્રોજેક્ટસ નવા બન્યા છે પણ તેમાં કૌભાંડ થયા છે.
  • અમદાવાદમાં પ્રોપર્ટીનું માર્કેટ ઠંડુ છે, નોટબંધી અને જીએસટીની ખરાબ અસર સૌથી વધુ આ બજાર પર પડી છે. તેથી રોજગારી ગુમાવવી પડી છે.

પ્રભાવશાળી વ્યક્તિઓ

  • રાકેશ વ્યાસ, કૌશિક પટેલ, સિદ્ધાર્થ પટેલ

2019ની સંભવિત સ્થિતી

  • આ લોકસભા મતવિસ્તારમાં એલિસબ્રીજ, અમરાઈવાડી, મણીનગર અને અસારવા વિધાનસભા ભાજપ તો દરિયાપુર, જમાલપુર – ખાડિયા અને દાણીલીમડા બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે.
  • આ બેઠક પર વિધાનસભાની સરસાઈને આધારે ભાજપ આગળ છે. કોંગ્રેસ માટે જીતની કોઈ આશા નથી.

ભાજપ

  • એન્ટી ઇન્કમબન્સી ટાળવા માટે ભાજપ આ બેઠક પરથી ઉમેદવાર બદલે તેવું લાગતું હતું જોકે તેની બહુ જરૂર પડી નથી. કારણ કે ડો.કિરીટ સોલંકીએ 19 લાખ મતોથી જીત મેળવી હતી.

કોંગ્રેસ

  • દલિત આક્રમક નેતા જીગ્નેશ મેવાણીને ટિકિટ આપવામાં આવી હોત તો કંઈક પરિવર્તન થઈ શકે તેમ હતુ. નહીંતર કોંગ્રેસે ગુમાવવાની આ બેઠક છે. ભાજપના સોલંકી ઠંડા છે તેમની સામે કોઇ આક્રમક દલિત નેતા ની કોંગ્રેસને જરુર હતી.

વચનો પુરા ન થયા

  • રૂ.15,000 કરોડના ખર્ચે 2012માં મેટ્રો રેલ અને બીજા શહેરોમાં બીઆરટીએસ માટે ચૂંટણી વચન આપેલું તે પૂરું થયું નથી.
  • ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનાવવાની જાહેરાત કરી હતી, થઈ નથી.
  • સ્લમ વિસ્તારોમાં બિલ્ડરોને નહી નફા નહીં નુકસાનના ધોરણે નવા પાકા મકાનો બનાવી આપવાનું વચન આપ્યું હતું પણ તે થયું નથી.
  • અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી રાખવા માટે 30 વર્ષથી વચનો આપવામાં આવી રહ્યાં છે જે પૂરું થયું નથી.
  • ભાજપે તમામ જિલ્લામાં મેડિકલ કૉલેજ શરૂ કરવાના, ખેડૂતોને વીજળી, 50 લાખ ઘર, એગ્રીકલ્ચર કમિશન બનાવવાનું વચન આપ્યું હતું.
  • શાળામાં ડ્રોપઆઉટ રેટ 0 કરવા વચન આપ્યું હતું અહીં તેનો અમલ થયો નથી.
  • તમામને મફત વીમો આપવાનું સરકારે વચન આપ્યું હતું. બહુ ઓછાને મળે છે.
  • 30 લાખ યુવાનોને રોજગારી આપવાનું વચન હતું પણ રોજગારી મળી નથી. ઓછા પગરાથી યુવાનોએ કામ કરવું પડે છે.
  • અમદાવાદ નજીક SIR અને ગુજરાતમાં 13 SIR આપવાનું વચન હતું એક પણ કામકરતાં થયા નથી.
  • મહિલાઓ માટ ખાસ સુરક્ષા આપવામાં આવશે
  • ચૂંટણી ઢંઢેરામાં ભાજપે 26 વર્ષમાં 14 વખત રામ મંદિર બનાવવાનું વચન આપ્યું હતું. તે પુરું કર્યું નથી.
  • 2017ની વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લાં દિવસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.
  • ગાંધી આશ્રમની દાંડી માર્ગ બનાવવાનો હતો તે શરૂ થયો નથી.