ગુજરાત પોલીસ માટે શરમજનક બનાવમાં અમદાવાદની યુવતિ પર સામુહિક બઙાત્કાર કરાયો હોવાની ઘટનામાં પોલીસે બળાત્કારીઓને છાવરી રહી હોવાનો આરોપ યુવતિએ મૂક્યો છે. તેથી ન્યાય માટે તે વડી અદાલત દોડી ગઈ છે.
અમદાવાદમાં ચકચારી જગવાનારા સેટેલાઈટ ગેંગરેપની પીડિતાએ ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ કેસમાં પીડિતા દ્વારા જેટલા પણ આરોપીઓના નામ પોલીસને આપવામાં તે આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી અને નાર્કો ટેસ્ટ સહિતની તમામ કાર્યવાહી પૂરી કરીને આરોપીને ક્લિનચીટ આપી હતી. ત્યારે આ કેસની તપાસ સમયે પીડિતાએ પોલીસકર્મીઓ પર સરખી તપાસ ન કરવાના અને આરોપીઓને છાવરવાના આક્ષેપો કર્યા હતા.
આ ગેંગરેપ કેસમાં પોલીસ દ્વારા જેટલી પણ તપાસ કરવામાં આવી અને જેટલી વાર આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી, તેમાં પોલીસને કોઈ પણ પાકા સબુત પીડિતાની તરફેણમાં મળ્યા ન હતા. જેના કારણે આરોપીને કોર્ટે અને પોલીસ દ્વારા ક્લિનચિટ આપવામાં આવી છે.
હવે જ્યારે પીડિતાએ ન્યાય માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે ત્યારે પીડિતાએ આરોપીઓ વિરુદ્ધ અરજી દાખલ નથી કરાવી પરંતુ પોલીસ વિરુદ્ધ અરજી દાખલ કરી છે. પીડિતાએ અરજીમાં જણાવ્યું છે કે, પોલીસ દ્વારા સરખી તપાસ કર્યા વગર કલોઝર ફોર્મ ભરવામાં આવ્યું છે, આ કેસમાં પોલીસ દ્વારા નબળી કામગીરી કરવામાં આવી છે. પીડિતાની અરજીના કારણે સુપ્રીમ કોર્ટ દ્વારા પોલીસને સમગ્ર મામલે બે સપ્તાહમાં પોતાનો જવાબ રજૂ કરવાની નોટીસ આપવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર એવું પણ જાણવા મળી રહ્યું છે કે, પીડિતા પોતાની મુદ્દતમાં હાઈકોર્ટમાં નિયમિત ઉપસ્થિતિ રહેતી ન હતી, આ ઉપરાંત પોલીસ તપાસ દરમિયાન પોલીસને સપોર્ટ પણ કરતી ન હતી. આવા તમામ પૂરાવાઓ પોલીસ પાસે છે.