અમદાવાદ શહેરમાં રાશન મેળવતા તમામ રેશનકાર્ડ ધારકોને પોતાના બેન્ક એકાઉન્ટની વિગતો જેવી કે બેન્ક ખાતા નંબર, આઈ.એફ.એસ.સી. કોડ તથા બેન્કનું નામ સરનામું વિગેરે વિગતો નિયત નમૂના પત્રકમાં ભરીને સંબંધિત કચેરી ખાતે તાત્કાલિક જમા કરાવવા માટે અમદાવાદ શહેર નાગરિક પુરવઠા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ છે.
બેંક ખાતા સાથે આધાર નંબર તથા મોબાઈલ નંબર લીંક થયેલ હોવા જોઈએ તેમ પણ જણાવવાયુ છે. નિયત નમૂનાનું પત્રક સંબંધિત ઝોનલ કચેરી ખાતે ઉપલબ્ધ છે જેમાં વિગતો ભરી ઝોનલ કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે.
ફોર્મની સાથે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ તથા આધાર કાર્ડની નકલ સાથે જોડવાનું રહેશે.
સરકારશ્રીના પી.ડી.એસ. પોર્ટલમાં બેન્ક એકાઉન્ટ નંબર, મોબાઇલ નંબર વગેરે વિગતો જરુરી હોઇ આ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે તેમ નિયામકશ્રી, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
ગુજરાતી
English



