રાજ્યમાં રખડતા કુતરાની સમસ્યા વિકરાલ બની રહી છે. ખેડાવાલાને કુતરાઓના આતંક અંગેની મળેલી માહિતી મુજબ વર્ષ 2019માં અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં કુલ 67,756 લોકોને કુતરા કરડ્યાં છે. અમદાવાદમાં 2 લાખ કરતા વધુ રખડતા કુતરા છે. દર મહિને ખસીકરણ માટે 30 લાખનો ખર્ચ કરવામાં આવે છે. ભ્રષ્ટાચારના કારણે કુતરા ઘટવાના બદલે વધી રહ્યાં છે.
તેથી લોકોમાં માંગણી થઈ રહી છે કે શહેરના 2 લાખ કુતરાઓને પકડીને જંગલમાં વાડા બનાવીને ત્યાં દિપડા જેવા શિકારી પ્રાણીના ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે તો કિંમતી પાલતુ પ્રાણીઓને મારી નાંખે છે તે અટકાવી શકાય તેમ છે.
ઈ.સ.2019માં મહિના પ્રમાણે કુતરા કરડવાના બનાવો
જાન્યુઆરી 6524
ફેબ્રુઆરી 5817,
માર્ચ 5894,
એપ્રિલ 6099
મે 6123
જૂન 4925
જુલાઈ 5286
ઓગસ્ટ 4355
સપ્ટેમ્બર 4758
ઓક્ટોબર 5180
નવેમ્બર 8078
ડિસેમ્બરમ 6171
લોકો રખડતા કુતરા કરડી ગયા હતા.
કુતરા પકડવાની કામગીરી વર્ષ-૨૦૦૧થી બંધ કરીને ખસીકરણ કરવાની કામગીરી 2018માં એનિમલ રાઈટ ફંડ દ્વારા ૬૩૬૪૯, પીપલ ફોર એનિમલ દ્વારા ૪૬૪૫૪, એનિમલ હેલ્થ ટ્રસ્ટ દ્વારા ૪૭૭૮૫ અને સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ૮૭૮૦ કુતરાની ખસી કરવામા આવી હતી.
ખરેખર તો આ ચાર સંસ્થાઓને ૨.૪૦ લાખ કુતરાઓની ખસી કરવાની હતી જેની સામે તેમના દ્વારા માત્ર ૧.૬૬ લાખ કુતરાની ખસી કરવામા આવી હતી.
અત્યાર સુધીમા રૂપિયા ૧૦ કરોડ જેટલી રકમનો ખર્ચ તંત્ર દ્વારા કરવામા આવ્યો છે.
શહેરમા સાત વર્ષમાં ૨.૯૫ લાખ લોકોને કુતરા કરડયા છે. હડકવાની રસી પાછળ પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામા આવ્યો છે. શહેરમા રખડતા કુતરા વાહનો પાછળ દોડે છે, અકસ્માતના બનાવો વધી રહ્યા છે.
રખડતા કુતરાઓને બહેરામપુરા, દાણીલીમડા અને જુહાપુરા જેવા વિસ્તારોમા છોડી મુકવામા આવે છે.
કુતરા કરડવાના બનાવો
અમદાવાદ, તા.૩૧ : અમદાવાદ શહેરમાં રખડતા કુતરા મામલે નામદાર હાઈકોર્ટમા જાહેરહીતની અરજી દાખલ કરવામા આવી છે આ પરિસ્થિતિમા અમદાવાદ શહેરમા છેલ્લા સાત વર્ષમા કુલ મળીને ૨૯૫૧૬૪ જેટલા લોકોને કુતરા કરડવાના બનાવ બનવા પામ્યા છે. કયા વર્ષમાં કેટલા કેસ તે નીચે મુજબ છે.
વર્ષ કુલ કેસ
૨૦૦૬ ૧૮૪૧૪
૨૦૦૭ ૧૯૮૭૨
૨૦૦૮ ૨૪૪૪૫
૨૦૦૯ ૨૭૧૩૬
૨૦૧૬ ૩૪૯૬૯
૨૦૧૭ ૨૪૦૮૨
કુતરૂં કરડે એટલે “Hydrophobinum 200.” આ દવાને દર દસ મિનિટે જીભ ની અંદર ૩ ટીપા ઉમેરતા રહો. આ દવાને સૂર્યપ્રકાશમાં અથવા તો ફ્રિઝમાં ન રાખવી જોઈએ.
દર વર્ષે ૨૮ સપ્ટેમ્બરના રોજ વિશ્વ હડકવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં હડકવા થયેલો કુતરો અથવા પ્રાણીઓ કરડીને ચેપગ્રસ્ત વ્યક્તિના મગજને ગંભીર અસર કરે છે. જ્યારે પણ કુતરો કરડે તો સૌ પહેલા કરડેલી જગ્યાને પાણી અને સાબુથી સતત ૧૦ મિનીટ સુધી વહેતા પાણી (નળની નીચે) રાખીને ધોવી જોઈએ પછી ડોક્ટરને મળવું જોઈએ. ક્યારે પણ ઈજા વાળા ભાગને બાંધવો કે સ્ટીચ ન કરવો જોઈએ. બાંધવાથી વાયરસ અંદર રક્ત વાહીનીમાં જવાની શક્યતા વધી જાય છે.
વિશ્વના હડકવાથી મૃત્યુના ૩૫ ટકા મૃત્યુ ભારતમાં જ થાય છે. તેનું મુખ્ય કારણ રોડ ઉપર કુતરાનો વધારો ઉપરાંત અનેક પ્રકારના ભ્રમનું હોવું પણ છે.