ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદના વાડજમાં મકરસંક્રાતિની ઉજવણી કરી હતી, શાહે નવા વાડજ ખાતે એક મકાન પર પતંગ ઉડાવવાની મજા લીધી હતી, આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા, વાઘાણીએ અમિત શાહની ફિરકી પકડી હતી અને અમિત શાહે પતંગ ઉડાવવાની મજા માણી હતી, આ પ્રસંગે ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓએ શાહે ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી અને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને જીત અપાવવા તૈયારીઓમાં લાગી જવા કહ્યું હતુ, તો ભાજપ અધ્યક્ષ અમિત શાહ વાડજમાં આવ્યાં હોવાથી અહી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા, શાહે તમામ લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી.
CM વિજય રૂપાણીએ લડાવ્યાં પેચ, પત્ની સાથે ઉજવી ઉત્તરાયણ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદના ખાડિયામાં પતંગ ચગાવવા પહોંચ્યાં હતા, જ્યાં તેમના પત્ની અંજલી રૂપાણી પણ સાથે હતા,રૂપાણીએ પતંગ ચગાવી તો તેમના પત્ની અંજલી રૂપાણીએ તેમની ફિરકી પકડી હતી, આ પ્રસંગે મેયર બિજલ પટેલ સહિત ભાજપના અનેક આગેવાનો હાજર રહ્યાં હતા, મુખ્યપ્રધાન ભૂષણ ભટ્ટના ધાબા પર પતંર ચગાવવા પહોંચ્યાં હતા, તેમને કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં અમે વિરોધીઓના પતંગ કાપીશું અને તમામે તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે, તો રૂપાણી પોળોમાં પતંગ ચગાવવા આવતા અહી મોટી સંખ્યામાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા,તેમને સૌને મુખ્યપ્રધાને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી.