અમિત શાહની સૂચનાથી દિલીપ સાબવાએ ઉમેદવારી પરત ખેંચી

આંદોલનકારી દિલીપ સાબવાએ ગાંધીનગર લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું. જે અમિત શાહની સૂચનાથી તેને પરત ખેંચી લીધું છે. દિલિપ સાબવાએ ગાંધીનગર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી પત્ર પરત ખેંચવા પાછળ તેઓ કોંગ્રેસના ઉમેદવારને માટે જવાબદાર ગણે છે.

સાબવાએ ભાજપના પણ વખાણ કરતા કહ્યું હતું કે, મોદી લહેર ચાલી રહી છે. પણ તેમણે મોંઘવારી, બેકારી, ઓછા પગાર આપવા, પેટ્રોલના ઉંચા ભાવ, ડિઝલના ભાવ, ગેસના સિલીંડરના 350ના 950 સુધી મોદી રાજમાં થઈ જવાના મુદ્દા પર બોલવાનું ટાળી રહ્યાં છે.

હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાયા બાદ તેઓ ચૂંટણી લડવા માંગતા હતા. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે લોકસભાની ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણીનું પત્તું કાપીને અમિત શાહને ટિકિટ આપી છે. અમિત શાહ હારે તે માટે તેઓ ચૂંટણી લડવા માંગતા હતા પણ હવે તેઓ ભાજપના વખાણ કરી રહ્યાં છે.

સાબવા PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ, પાટીદારો પર થયેલા કેસ અને આંદોલન દરમિયાન શહીદ થયેલાને નોકરી નથી મળી તે મુદ્દાને લઇને અમિત શાહ સામે ચૂંટણી લડવાના હતા.