ગુજરાતમાં તમામે તમામ 26 બેઠકો પર ઉમેદવારી પત્રકો ભરવાનું શરૂ થયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 30 માર્ચે ઉમેદવારી ફોર્મ ભરશે. જેમાં હાજર રહેવા માટે સહકારી સંસ્થાઓને ફરજ પાડવામાં આવી રહી છે. તેમની સભામાં આવવા માટે સહકારી સંસ્થાઓના કાર્યકર્તાઓને આવવા માટે લેખિતમાં આદેશો કરતાં વિવાદ થયો છે. તેમ કરીને સંખ્યા એકઠી કરી શકાય અને ભાજપનો પ્રચાર કરી શકાય.
નારણપુરા સરદાર પટેલ કોલોનીથી ઘાટલોડિયા 4 કિલોમીટરની રેલી કાઢી રોડ શો કરશે. તુરંત 1100 પોલીસ સુરક્ષા ઉભી કરી દેવામાં આવી છે. તે દિવસે ભાજપના અન્ય કોઈપણ ઉમેદવાર ફોર્મ ભરશે નહીં. રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. અનિલ જૈન સમીક્ષા કરશે. એવું પણ કહેવાઇ રહ્યું છે કે ડૉ. અનિલ જૈન નારણપુરાથી ઘાટલોડિયા પદયાત્રા કરીને નિરીક્ષણ કરશે.
ભાજપમાં વડોદરાથી રંજનબેન ભટ્ટ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. CM રૂપાણી સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. રંજનબેને ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા રોડ-શો કર્યા હતો.