અમદાવાદ જિલ્લા કોંગ્રેસની મળેલી બેઠકમાં અલ્પેશ ઠાકોર અને તેમના પિતા ખોડાજી ઠાકોર કે જે અમદાવાદ જિલ્લાના પ્રમુખ હતા, તેમણે સાથે મળીને ગાંધીનગર લોકસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને જીતાડવા માટે ષડયંત્ર કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ભાજપના નેતા 7 લાખની લીડથી જીતવા માંગતા હોવાથી અલ્પેશ ઠાકોર સાથે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ખતમ કરવા માટે શોદો કર્યો હોવાનો આરોપ મૂક્યા બાદ પિતા અને પુત્ર ભાજપના નેતાઓને મળ્યા હોવાની તસવીરો જાહેર કરી છે. સેલ્ફી ખેંચી હતી અને આડકરતી રીતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પ્રતિપક્ષના નેતા પરેશ ધાનાણી અને રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને ચીમકી આપી હતી કે તેઓ ભાજપની સાથે છે.
થોડા દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરના 8 મે 2019માં ભારતીય જનતા પક્ષના નેતાઓ સાથેના ફોટા તેમણે જાહેર કર્યા હતા. અલ્પેશ ઠાકોરના ભાજપ ગુજરાતના અધ્યક્ષ જીતેન્દ્પર વાઘાણી અને ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજા સાથે મુલાકાત કરીને તસવીરો લઈને જાહેર કરી હતી.
અલ્પેશ ઠાકોરના ઘરના વાસ્તુપૂજનમાં ભાજપના નેતાઓ આવ્યા હતા, ત્યારે આ તસવીરો પાડવામાં આવી હતી. રિપોર્ટ મુજબ વાસ્તુપૂજનમાં કોંગ્રેસના એકપણ ધારાસભ્ય કે નેતા જોવા નહોતા મળ્યા. મકાનના વાસ્તુપૂજનમાં તેણે ભાજપના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. અલ્પેશ ઠાકોર ભાજપના પ્રદેશ નેતાઓ સાથે સબંધો બાંધી રહ્યો છે. પણ ભાજપમાં અલ્પેશનો વિરોધ થતો હોવાથી તેમને ભાજપમાં લેવા માટે નેતાઓ તૈયાર નથી.
ઉત્તર ગુજરાતમાં લોકસભાની 4 બેઠક અને ગાંધીનગરની એક એમ 5 બેઠક પર અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ વિરોધી ચૂંટણી પ્રચાર કરીને ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા ષડયંત્ર રચ્યું હતું. આ તમામ સ્થળેથી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના કાર્યકરોને બોલાવી લઈને પોતાના બે અપક્ષ ઉમેદવારને ચૂંટણી જીતવા માટે કાવતરું રચીને કોંગ્રેસને હરાવવા માટે ભાજપ સાથે મળી ગયો હતો. તેમણે 70-90 કરોડમાં આ શોદા પેટે લીધા હોવાનો તેમના પર જાહેરમાં ઠાકોર સેનાના કેટલાંક કાર્યકરોએ મૂક્યો હતો.
કોંગ્રેસના નેતાઓએ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા વિધાનસભાના સચિવ અને અધ્યક્ષને ભલામણ કરી છે છતાં હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
સત્તા સાથે જ રહેવા ટેવાયેલા કોંગ્રેસના નેતા ખોડાજી ઠાકોરના પુત્ર છે.
મુખ્યમમંત્રી વિજય રૂપાણીને મળવા તેમના સરકારી બંગલે પહોંચ્યા હતા. ત્યારે તેઓ ભાજપમાં જવાના છે એવી અફવા તેમણે ફેલાવી હતી. પણ ખરેખર તો તે ધવલસિંહ ઠાકોરને એક ગુનામાં બચાવવા માટે મુખ્ય પ્રધાનને મળવા ધવલસિંહ સાથે ગયા હતા. અલ્પેશ ઠાકોરે સીએમ રૂપાણી સાથેની મુલાકાત સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, ઠોકર સમાજના યુવક સામે થઈ રહેલા પોલીસ કેસ સંદર્ભમાં મળવા ગયા હતા. ખરેખર ધવલસિંહને માછીમારી તળાવના કેસમાં છોડાવવા માટે ગયા હતા.
2017માં કોંગ્રેસને સત્તા નહીં મળતા અલ્પેશ ઠાકોર ઉદ્યોગપતિ મારફતે અમિત શાહને પણ મળ્યા હતા. પણ શાહે તેમને કોઈ ભાવ આપ્યો ન હતો.
રથયાત્રા દરમિયાન ભાજપના નેતા શંકર ચૌધરી પણ મળી ગયા હતા.
ભાજપના ઠાકોર નેતા-આગેવાનોએ જ અલ્પેશ ઠાકોર સામે બાંયો ખેંચી છે. અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ ન આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી હતી. જેમાં પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર,પૂર્વ ધારાસભ્ય કેશાજી ઠાકોર,પૂર્વમંત્રી માધુભાઇ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ સહિતના નેતાઓ સચિવાલયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યાં હતાં. તેમનુ કહેવું હતું કે, અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજને ભ્રમિત કરી રહ્યાં છે. પરપ્રાંતિય મુદ્દે અલ્પેશ ઠાકોરે ઠાકોરોને જ નહીં ભાજપ સરકારને પણ બદનામ કરી છે. ભાજપે અલ્પેશ ઠાકોરને પક્ષમાં પ્રવેશ આપવો જોઇએ નહીં.