અમિત શાહનો રોડ શો બે સ્થળે થયો, હવે 15મીએ આવશે

ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહે સવારે વેજલપુર અને સાંજે સાબરમતીમાં રોડ- શો યોજીને ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. વણઝર ગામ ખાતે પહેલો રોડ શો શરૂ કર્યો હતો.  આજે 6 એપ્રિલ 2019માં ભાજપના સ્થાપના દિવસ છે. સવારે સાડા નવ વાગ્યે વણઝર, સરખેજ ગામ, રોજા, શ્રીનંદનગર, જીવરાજ પાર્ક, દેવાંશ ફ્લેટ, સ્વામિનારાયણ મંદિર, શ્યામલ બ્રિજ, શ્યામલ 100 ફૂટ રોડ (હરણ સર્કલ), જોધપુર ચાર રસ્તા, માનસી સર્કલ થઈ વસ્ત્રાપુર હવેલી મંદિર પાસે બપોરે 12.30 કલાકે રોડ શો પૂરો થયો હતો.

રાત્રે ઘાટલોડિયા વિધાનસભાના બોપલ વોર્ડમાં સ્થાનિક સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે અમિત શાહની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. સાંજે 5-30 કલાકે રાણિપ નિર્ણય નગરથી સાબરમતીના રામનગર સુધી રોડ-શો થયો હતો. જેમાં ચાંદલોડિયા, ઉમિયા હોલ, વંદેમાતરમ રોડ, કંકુનગર, દુર્ગા સ્કૂલ, સરદાર ચોક, નવ નિર્માણ સ્કૂલ, રાણીપ બસ સ્ટેન્ડથી રાધા સ્વામિ રોડ, સાબરમતી પાવર હાઉસ, રામનગર, રામબાગ રોડ, નિલંકઠ મહાદેવ, હરિઓમ સોસાયટીથી દેવભૂમિ રોડ પાસે રોડ શો પૂરો થયો હતો.

15, 19, 21 એપ્રિલે રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ સભાઓ ગજવશે.