અમિત શાહે માહિતી છૂપાવી છતાં ચૂંટણી અધિકારીએ ઉમેદવારી પત્ર મંજૂર કર્યું

ગાંધીનગરના ઉમેદવારોના ઉમેદવારીપત્રોની ચકાસણી ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાંધીનગરના ઉમેદવાર અને ભાજપના પ્રમુખ અમિત શાહ દ્વારા શોગંદનામું રજૂ કરવામાં આવેલું તેમાં કેટલીક માહિતી છુપાવવામાં આવી હતી. જેમાં ગુનાહીત બાબતો, ક્રિમિનલ, આર્થિક કે બીજી બાબતોનો સમાવેશ થાય છે. અમિત શાહના પુત્ર જય શાહ દ્વારા એક કંપની શરૂ કરવામાં આવી હતી. તેમાં 2  મિલકતો અમિત શાહનાનામેં હતી. તે માહિતી તેમણે બતાવી નથી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચૂંટણીમાં ઉમેદવારી કરતી વખતે કોઈ વાત છુપાવી શકાય નહીં.

આવો વિવાદ હોવા છતાં રિટર્નીગ ઓફિસરે અમિત શાહની ઉમેદવારી – ફોર્મ માન્ય કર્યુ હતું. કોંગ્રેસ પક્ષ રાજ્યસભાની અમિત શાહની એફિડેવિટ અને આત્યારનું શોગંદનામું ચકાસણી કરી છે. જેમાં બનેમાં તફાવત જોવા મળ્યા છે.

અમિત શાહના પુત્ર જય શાહની  કુસુમ નામની કંપનીની વિગત છુપાવી છે. કાલુપુર કોમર્શિયલ બેન્ક માંથી રૂ.25 કરોડની લોન લીધી છે અને અમિત શાહ બે પ્લોટ ગિરવી મૂક્યા છે. કંપનીના માલિક લોનના ભરે તો જવાબદાર સામે પગલાં લેવામાં આવે છે, પણ આ માહિતી છુપાવમાં આવી છે

કાયદાકીય રીતે ચૂંટણીના નીતિ નિયમ અનુસાર માહિતી છુપાવમાં આવે તો ઉમેદવારી પત્ર રદ થાય છે. પણ મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત રજુઆત કોંગ્રેસે કરી છે, પણ ચૂંટણી અધિકારી તમામ વાંધાઓ દૂર કરીને ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. એવું કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાએ જણાવ્યું હતું.