અમૂલમાં સત્તાની મલાઈ ખાવા ભાજપ-કોંગ્રેસ એક થયા

અધ્યક્ષ પદે ભાજપના રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેનપદે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાયા
BJP-Congress united to crush power in Amul. BJP’s Ram Singh Singh Parmar and Vice-Chairman Rajendra Singh Parmar elected as its chairman.
રાજકારણમાં ક્યારે કઈ અસંમજસની સ્થિતિ સર્જાય તેનો તાગ કાઢવો મુશ્કેલ હોય છે. અમૂલ ડેરીની ચૂંટણીના પરિણામો પણ આ વાક્યને સત્ય સાબિત કરી બતાવે છે. 26 જૂલાઈ 2019માં અમૂલની ચૂંટણી તો યોજાઈ પણ સૌથી મોટી જોયા જેવી એ થઈ કે ભાજપ અને કોંગ્રેસ આ બંન્નેનું પારદર્શી ગઠબંધન થઈ ગયું. જ્યાં ચેરમેન ભાજપના છે ત્યાં વાઈસ ચેરમેન હવે કોંગ્રેસના છે.
અમૂલની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જળવાય રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસને પણ ઉપ મુખ્ય પ્રધાનની માફક વા.ચેરમેનનું પદ સાંપડ્યું છે. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેરીના ચેરમેન પદે રામસિંહ પરમાર સત્તત સાત ટર્મથી ચૂંટાય આવી રહ્યા હતા. ફરી તેઓ આઠમી વખત ચૂંટી આવ્યા છે. જ્યારે વાઈસ ચેરમેન પદે બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર ચાર ટર્મથી ચૂંટાય આવતા હતા. જેઓ ફરી વાઈસ ચેરમેન તરીકે ચૂંટાય આવ્યા છે. કૌતુક તો એ જ વાતનું છે કે હવે ભાજપ અને કોંગ્રેસે સાથે રહીને કામ કરવાનું છે. જેમાં ભાજપનો હાથ ઉપર રહેવાનો છે તેવું કહેવામાં પણ અતિશ્યોક્તિ નથી.

રામસિંહે કર્યો હતો પક્ષપલટો
ભાજપની લહેરમાં રામસિંહે પણ પક્ષપલ્ટો કર્યો હતો. 2017ની વિધાનસભા ચૂંટણી જ્યારે માથે હતી ત્યારે તેમણે ઠાસરાના ધારાસભ્યે પદેથી આવજો કરી કેસરિયા કર્યા હતા. ભાજપમાં જોડાતા તેમને પરંપરાગત રીતે જેમ કોંગ્રેસમાંથી વંડી ટપી આવેલા ધારાસભ્યોને ભાજપ તુરંત શિરપાવ આપી દેવામાં આવે છે તેમ રામસિંહને પણ જોઈતી વસ્તુ સોંપી દેવામાં આવી હતી. આ કારણે રામસિંહને ઉપહાર રૂપે જીસીએમએમએફનું ચેરમેન પદ મળ્યું હતું. હવે સ્થિતિ એવી સર્જાય છે કે ચેરમેન તો ભાજપના છે પણ વાઈસ ચેરમેન કોંગ્રેસના છે. તેમ આમઆદમી પક્ષના ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.