અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્રની સરેઆમ નિષ્ફળતાના કારણે ગુનેગારો બેખોફ બનીને રોજ રોજ ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાનું સ્તર સાવ તળિયે ધકેલાય રહ્યું છે નોંધાતા ગુન્હાઓ ઉકેલાતા નથી,આરોપીઓ પકડાતા નથી જેથી લોકોની સુરક્ષા સામે ખતરો પેદા થયો છે બાયડ શહેરના એક જ દિવસમાં એટીએમ કટર થી કાપી લાખ્ખો રૂપિયાની લૂંટ , આંગડિયા પેઢીના કર્મચારી પર જીવલેણ હુમલો કરી લૂંટી લેવાની ઘટનાને સપ્તાહ થી વધુનો સમય થવા છતાં પોલીસતંત્ર ફિફા ખાંડી રહ્યું છે.
જીલ્લા પોલીસવડા મયુર પાટીલે ચાર્જ સંભાળ્યા પછી જીલ્લામાં અસામાજિક પ્રવૃતિઓ અને ટ્રાફિકની સમસ્યાઓ નાથવામાં મહદંશે સફળ રહેતા જીલ્લાના પ્રજાજનો બાહોશ નવયુવાન એસપી મયુર પાટીલ થી પ્રભાવિત બન્યા હતા પરંતુ “આરંભે સુરા” કહેવત પ્રમાણે પ્રજાજનોની આશાઓ ઠગારી નીવડતા જીલ્લા પોલીસવડાની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ પેદા થયા છે.
જીલ્લા પોલીસતંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવો પ્રજાજનો અહેસાસ અનુભવી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર બાતમી આધારિત દારૂની રેડ, જુગાર રેડ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપવામાં શૂરવીર જણાઈ રહ્યું છે જાણે જીલ્લા પોલીસતંત્ર બાતમી આધારિત બની રહ્યું છે જીલ્લામાં મોટા ભાગની ઘરફોડ ચોરીના ગુન્હા હજુ સુધી વણ ઉકેલ્યા છે.
બાયડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ માંથી ૩૨.૮૧ લાખની તસ્કરી અને ગણતરીના કલાકોમાં ધોળે દહાડે જે.કે.આંગડિયા પેઢીની ઓફિસમાં કર્મચારી પર હુમલો કરી રૂ.૩ લાખની લૂંટમાં ગુન્હો ઉકેલવા અને આરોપીઓને દબોચવા એલસીબી, એસઓજી અને પોલીસ અધિકારીઓની વિવિધ ટીમો બનાવી રાજ્યમાં અને રાજ્યબહાર તપાસ માટે ધમધમાટ શરુ કર્યા પછી પણ આરોપીઓ હાથ ન લાગતા જીલ્લા પોલીસતંત્રની દિશાહીન તપાસ થી પોલીસતંત્રની કામગીરી સામે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
અરવલ્લી જીલ્લામાં રાજકારણીઓની ભલામણ આધારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખુરશી પર બેઠેલા આ અધિકારીઓ અને કર્મચારીઓના કારણે ગુન્હાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે