ભારતના આંશુ મલિકે ગઇકાલે રોમમાં યોજાયેલી રોમ રેકીંગ કુસ્તી સ્પર્ધામાં રજત ચંદ્રક જીતી લીધો છે. સ્પર્ધાની ફાઇનલમાં આંશુનો નાઇઝીરીયાના ઓદુનાયો સામે પરાજય થયો હતો. મહિલાઓના વિભાગમાં વિનેશ ફોગટ ત્રેપ્પન કીલો વજન જુથમાં બે ચીની સ્પર્ધકોને હરાવીને સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી છે. ફાઇનલમાં વિનેશ ફોગટ અને એકવાડોરની લુઇસા એલીઝાબેથ વચ્ચે મુકાબલો થશે.