[:gj]IPL પ્રેક્ષકો વિના થઈ શકે છે, રદ્દ થશે તો ચાર હજાર કરોડનું નુકસાન[:]

[:gj]BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ IPLને અંગે કોઈ નિર્ણય લેવાશે તેવા સંકેત ગુરૂવારે આપ્યા. તેમણે કહ્યું કે IPLના પ્લાનિંગ અંગે શક્ય એટલા બધા વિકલ્પો વિચારવામાં આવી રહ્યા છે અને બની શકે કે આ ટુર્નામેન્ટ ઓડિયન્સ વિના પણ યોજવામાં આવી શકે છે.

આમ તો આ વર્ષે ૨૯ માર્ચે શરૂ થનાર IPL કોરોનાવાયરસના કારણે અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરાઈ છે. વળી આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર ટી-20 વર્લ્ડ કપ સ્થગિત થાય તેવી વકી છે. જે સમયે ટી-20 થવાની હતે તે જ સમયે કદાચ IPL યોજાઈ શકે છે, એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં IPL થઈ શકે છે. પરંતુ હજી કશું પણ અંતિમ નિર્ણય તરીકે જાહેર નથી કરાયું.

સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, IPL રદ્દ થાય તો બોર્ડને ૪ હજાર કરોડનું નુકસાન થશે. ઘણા ભારતીય અને વિદેશી ખેલાડીઓ IPLમાં રમવા ઇચ્છુક છે તો ચાહકો, ફ્રેન્ચાઇઝ, ખેલાડીઓ, બ્રોડકાસ્ટર્સ, સ્પોન્સર્સ અને તમામ ભાગીદારો આ વર્ષે IPL થવાની અપેક્ષા રાખે છે.

BCCI ટૂંક સમયમાં IPLના ભવિષ્ય અંગે નિર્ણય લેશે. ગાંગુલીએ તમામ સંબંધિત સંસ્થાઓને લખેલા પત્રમાં કહ્યું છે કે, BCCI તમામ રાજ્ય ક્રિકેટ એસોસિયેશન માટે કોવિડ -19 સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર (SOP) એટલે ગાઈડલાઇન્સ તૈયાર કરી રહ્યું છે.

આ ગાઈડલાઇન્સ અનુસાર એસોસિએશન્સ ક્રિકેટ શરૂ કરી શકશે. BCCIનો પ્રયાસ આગામી બે મહિનામાં ઘરેલુ ક્રિકેટ અને ટ્રેનિંગ શરૂ કરવાનો છે. ICCએ બુધવારે ટી-20 વર્લ્ડકપના ભવિષ્ય વિશે વર્ચુઅલ મીટિંગ યોજી વર્લ્ડ કપ અંગેનો નિર્ણય એક મહિના માટે મોકૂફ રાખ્યો છે.

BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર, બહુમતી ભારતમાં આ લીગ કરાવવાની છે, પણ અમુકનાં મતે સંજાગોને ધ્યાનમાં રાખીને જરૂર પડે તો આ લીગને ભારતની બહાર કરાવવી જાઈએ. આ પહેલાં 2009માં IPL દક્ષિણ આફ્રિકામાં થઈ હતી અને ત્યાર પછી 2014માં યુએઇમાં IPL ખેલાઈ હતી. એક એ સંભાવના પણ છે કે BCCI હવે 2009ની જેમ ફોર્મેટને વધુ સંક્ષેપ કરીને 37 દિવસની ટૂર્નામેન્ટ કરી શકે છે.[:]