આગકાંડની વધતી ઘટનાઓ બાદ સળવળાટઃપગ તળે રેલો આવતાં ફાયરની મંજૂરી માટે પડાપડી

અમદાવાદ,તા.૨૬
સુરતના સરથણા ખાતે બનેલા આગકાંડ અને જગતપુર ખાતે બનેલી આગની ઘટના બાદ અમદાવાદ શહેરમાં ફાયર એનઓસી માટે કુલ મળીને ૩૪૬૬ જેટલી અરજીઓ અમદાવાદ ફાયરબ્રિગેડને મળી છે.જે સામે કુલ ૩૦૦૧ અરજીઓને ફાયર એનઓસી આપવામાં આવી છે.અમદાવાદ ફાયર બ્રિગેડમાં જા ફાયર સ્ટેશન મુજબ અરજીઓની સંખ્યા જાવામાં આવે તો જશોદાનગર ખાતે ૧૧૫ અરજીઓ ૨૮ મે થી ૧૨ જૂલાઈ સુધી મળી હતી.જે પૈકી તમામને ફાયર એનઓસી આપવામાં આવી છે.જમાલપુર ખાતે ૫૬૪ અરજીઓ આવી હતી.જે પૈકી ૪૮૦ અરજીઓને એનઓસી આપવામાં આવી છે.ચાંદખેડા ખાતે કુલ ૩૭ અરજીઓ આવી હતી.જે પૈકી ૨૯ અરજીઓમાં ફાયર એનઓસી આપવામાં આવી છે.નવરંગપુરા ખાતે ૨૬૨ અરજીઓ આવી હતી.જે પૈકી ૧૯૫ અરજીઓમાં એનઓસી આપવામાં આવી છે.નરોડા ખાતે ૩૭૧ અરજીઓ આવી હતી.જે પૈકી ૩૦૧ અરજીઓમાં ફાયર એનઓસી કલીયર કરાઈ છે.

આર એન્ડ બી વિભાગે નિર્ણય નલેતાંમ્યુનિ.તંત્રે લાખ્ખોની આવક ગુમાવી.

ગત ૧૪ જૂલાઈના રોજ શહેરના કાંકરીયા ખાતે રાઈડ તુટી પડવાની ઘટનામાં બે લોકોના મોત થયા હતા.સરકાર દ્વારા જયાં સુધી આર એન્ડ બી વિભાગ દ્વારા કલીનચીટ આપવામાં ન આવે ત્યાં સુધી કાંકરીયા લેકફ્રંટ ખાતે કોઈ પણ એકટિવીટી ન કરવા મામલે આપેલા આદેશના પગલે ૧૪ જૂલાઈથી કાંકરીયા ખાતે અનેક એકટિવીટી બંધ હાલતમાં છે.આ કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સવા મહીનાથી પણ વધુના સમય દરમિયાન લાખ્ખો રૂપિયાની આવક ગુમાવવી પડી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષે આઠ કરોડ રૂપિયા જેટલી આવક લેકફ્રંટ ઉપર ચાલતી ટ્રેઈનથી લઈને રાઈડ સુધીની એકટિવીટી દ્વારા મળે છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દસ ટકા પ્રોફીટ મનીની રકમ મેળવે છે.આ કારણે લાખ્ખો રૂપિયાની આવક તંત્રને ગુમાવવી પડી છે.