આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહ હવે ઉલટો થઈ રહ્યો છે

ગુજરાતમાં જાહેર થયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામનું વિશ્લેષણ કરતા શિક્ષણનું સ્તર કેટલી હદે કથળી ગયું છે તે સ્પષ્ટ થાય છે. છેલ્લાં સાત વર્ષનું આ સૌથી નીચું પરિણામ છે. ગુજરાતી ભાષાના માધ્યમ અપાતા શિક્ષણમાં સતત ઘટાડો એ ચિંતાનો વિષય છે. અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારનું પરિણામ પણ ચિંતાજનક છે. છોટાઉદેપુર-બોડેલીનું પરિણામ પણ સતત નીચું જઈ રહ્યું છે.
-ધો. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 1.09 ટકા ઘટાડો નોંધાયો
-પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ થયો ઘટાડો
-ગત વર્ષની સરખામણીએ 10 હજાર વિદ્યાર્થીઓ ઘટ્યા
-નિયમિત વિદ્યાર્થીઓની પાસ સંખ્યામાં 0.01 ટકાનો ઘટાડો
-નિયમિત વિદ્યાર્થીનીઓની પાસ સંખ્યામાં 2.9 ટકાનો ઘટાડો
-બોડેલીના પરિણામમાં 0.56 ટકાનો ઘટાડો
-છોટા ઉદેપુરના પરિણામ 5.25 ટકાનો ઘટાડો
-100 ટકા પરિણામ ધરાવતી શાળામાં ઘટાડો – માત્ર 36 શાળા
-ગત વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 42 હતી
-10 ટકા કરતા ઓછૂ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા વધી
-ગત વર્ષે 10 ટકા કરતા ઓછૂ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 26 હતું

– આ વર્ષે 10 ટકાથી ઓછૂ પરિણામ ધરાવતી સંખ્યા 49 થઈ
– B ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2.5 ટકા ઘટી
– ગેરરીતીના કેસોમાં મોટા પાયે વધારો નોંધાયો છે
– ગત વર્ષે ગેરરીતીના કેસો 120 હતા જે આ વર્ષે વધીને 365 થયા

કોંગ્રેસ પક્ષ તરફથી કહેવાયું છે કે, રાજ્યમાં ધોરણ-૧૨ ના નબળા પરિણામ, શિક્ષણની કથળતી જતી સ્થિતિ માટે ભાજપ સરકારના શિક્ષણ વિભાગની ભ્રષ્ટ રીતી-નીતિ જવાબદાર છે. ગુજરાતમાં 20 હજાર શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. શિક્ષકોને શિક્ષણ સિવાયની જુદી જુદી કામગીરી જેવી કે, ખાડા ખોદવા, પંચર કરતાં શીખવાડવું, શૌચાલય ગણતરી, વરસાદ માપક યંત્રનું ધ્યાન રાખવું જેવી શિક્ષણ સિવાયની 64 જેટલી કામગીરી કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. જેમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાં નિષ્ફળ જોવા મળે છે. અમિત શાહની પણ હવે સરકાર પર કોઈ પકડ રહી નથી.
જેની ગંભીર અસર આજે જાહેર થયેલ પરિણામ પર જોવા મળી રહી છે. કોંગ્રેસ પક્ષના મનીષ દોષીની માંગ છે કે, શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવાનું બંધ કરવામાં આવે, લાંબા સમયથી ખાલી શિક્ષકોની જગ્યા ભરવામાં આવે, સરકાર દ્વારા શિક્ષણ-બાળકો ઉપર થતાં વિવિધ પ્રયોગો બંધ કરવામાં આવે. શિક્ષણ માટે ફાળવવામાં આવતા કરોડો રૂપિયા પ્રતીતિ-ઉત્સવોમાં વાપરવાને બદલે શિક્ષણ-શૈક્ષણિક પ્રવૃત્તિ માટે ખર્ચવામાં આવે.