ગુજરાત ST નિગમે ઓનલાઈન રિઝર્વેશન સુવિધા ખોલ્યા બાદ હવે મુસાફરોને આકર્ષવા ફોન પર સીટ બુક કરાવવાની સુવિધા શરૂ કરી છે, જે મુજબ મુસાફર ST નિગમના ટોલ ફ્રી નંબર પર કોલ કરીને ગંતવ્ય સ્થળની સીટ બુક કરાવી શકશે. બુકિંગ કરાવ્યા બાદ મુસાફરીના 5 કલાક પહેલાં મુસાફરે તે ટિકિટ મેળવી લેવાની રહેશે. જો કોઈ મુસાફર પાંચ કલાક પહેલાં ટિકિટ નથી મેળવતો, તો આ સીટ જનરલ રિઝર્વેશન માટે મૂકી દેવામાં આવશે. નિગમ દ્વારા હવે લિન્ક સર્વિસ અને વેઈટિંગ લિસ્ટની પણ સુવિધા શરૂ કરી છે. લિન્ક સર્વિસથી સીધી સેવા ઉપલબ્ધ ન હોવા છતાં બસની આગળની કનેક્ટિવિટી મળી રહેશે
કોઈ સંજોગોમાં જો મુસાફર ટિકિટ કેન્સલ કરાવે છે તો તેને પૂરેપૂરું 100% રિફંડ ચૂકવવામાં આવશે. ફોન પર ટિકિટ બુક કરાવ્યા બાદ મુસાફરને 7 આંકડાનો એક નંબર આપવામાં આવશે, જેના પરથી નજીકના કાઉન્ટર ખાતેથી રકમ ચૂકવી ટિકિટની પ્રિન્ટ મેળવવાની રહેશે.