આનંદીબેન કરતાં રૂપાણીએ ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં ઘટાડી દીધા

રાજ્યમાં ભ્રષ્ટાચાર વિહિન શાસન સ્થાપિત કરવાની વાતોમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં તકેદારી આયોગ અને સરકરી વિભાગોમાં ભ્રષ્ટાચાર અંગેની છેલ્લા 5 વર્ષમાં 40,660 ફરિયાદો મળી છે તે દર્શાવે છે કે રાજ્યની પ્રજા ભ્રષ્ટાચારથી પરેશાન છે.  ૨૦૧૩માં ૧૦૦૬, ૨૦૧૪માં ૭૨૨, ૨૦૧૫માં ૫૧૧, ૨૦૧૬માં ૪૯૮ અને ૨૦૧૭માં ૪૧૩ કિસ્સાઓમાં  ખાતાકીય કાર્યવાહી હાથ ધરવા ભલામણ કરવામાં આવી છે. જેમાં બહું ઓછો લોકો સામે પગલાં ભરાયા છે. 

આ આંદકા સાબિત કરે છે કે,  આનંદીબેન પટેલની સરકાર હતી ત્યારે સૌથી વધું પગલાં ભરાયા હતા પણ જેવી વિજય રૂપાણીની સરકાર 2015માં આવી તેની સાથે જ ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં ભરવાનું ઓછું થઈ ગયું હતું.

ભ્રષ્ટાચારીઓ કહીને રૂપાણી પાણીમાં બેસી ગયા

27 ડિસેમ્બર 2018માં ઓન લાઇન બીન ખેતી હુકમોના વિતરણ કાર્યક્રમમાં રૂપાણી ભ્રષ્ટાચારના મુદ્દે પાણીમાં બેસી ગયા હતા. તેમણે જણાવ્યુ હતું કે, ‘રાજ્યમાં સૌથી વધારે મહેસુલ વિભાગ અને પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર થતો આવ્યો છે.’ આ નિવેદનને લઇ મહેસુલી કર્મચારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. મહેસુલી કર્મચારી મહામંડળના પ્રમુખ દેવેશ પટેલે જાહેર કર્યું હતું કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મહેસુલ કર્મચારીઓ માટે નિવેદન આપ્યું છે. તે નિવેદન તદ્દન યોગ્ય નથી. આ અંગે તમામ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. જો આ નિવેદન પાછું ખેંચવામાં નહીં આવે તો રાજ્ય વ્યાપી આંદોલન કરવામાં આવશે. જો અમારા પર વિશ્વાસ ન હોય તો ખેતીની જમીનને બિન ખેતી કરવા કેમ અમને આપી છે.

આ સાથે જ રૂપાણીએ નિવેદન પાછું ખેંચતા  જણાવ્યું કે મહેસુલ વિભાગ અને પોલીસ ખાતું સૌથી વધારે બદનામ છે એવું કહ્યું હતું.

જો રાજ્યના મુખ્ય પ્રધાન ભ્રષ્ટ વિભાગ સામે આ રીતે ઝૂકી જતાં હોય તો તેઓ કઈ રીતે ભ્રષ્ટાચારને દૂર કરી શકશે ?

તેની સાબિતી વિધાનસભામાં મળી ગઈ છે. તકેદારી આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણોને આધારે છેલ્લા 5 વર્ષમાં ૭૯૬ જેટલા કર્મચારીઓ કે અધિકારીઓને  શિક્ષાઓ માટેના હુકમો કરવામાં આવ્યા છે. સજા તો કોઈને થઈ નથી થઈ. ભ્રષ્ટાચારના કિસ્સાઓ અંગે તપાસ કરી તેને સાબીત કરવાનો દર ૨૫ ટકાથી વધીને ૩૪ ટકા થયો હોવાનો દાવો ગૃહ રાજ્ય મંત્રીએ ગુજરાત વિધાનસભામાં કર્યો હતો. 

છેલ્લા ૪ વર્ષમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા આરોપીઓની સંખ્યા ૩૭૧ હતી તે ૨૦૧૮માં ૭૨૯ થવા પામી છે. ભ્રષ્ટાચાર આચરતા આરોપીઓને ઝડપી પાડવાના દરમાં ૯૬ ટકા જેટલો વધારો થયો છે. 

રૂપાણી રાજના 5 વર્ષમાં 40 હજાર અધિકારીઓ ભ્રષ્ટાચારી

દરેક જમીન કૌભાંડ લાંચ કાંડ છતાં પગલાં નહીં, ગુજરાતના લાંચીયા અધિકારીઓ અમદાવાદ આસપાસ કાળુ નાણું જમીન અને મકાનમાં રોકે છે છતાં સરકારે કોઈ તપાસ ન કરી

ગુજરાતમાં ભ્રષ્ટાચારના બોલતા પુરાવા સામે આવ્યા છે. રૂપાણી સરકારે સ્વિકાર કર્યો હતો કે,  રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં ભ્રષ્ટાચારની 40,000થી વધુ ફરિયાદો અધિકારીઓ કે કર્મચારીઓ સામે મળી છે. ભ્રષ્ટાચારીઓ સામે પગલાં ભરાવનો દેખાવ કરતાં રૂપાણીએ તમામની સામે પગલાં લેવાના બદલે માત્ર  800 જેટલા કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. એનો મતબલ એ થયો કે રૂપાણી રાજમાં 5 વર્ષના કુલ 1824 દિવસ થાય છે અને પ્રત્યેક દિવસે 21 ફરિયાદો મળે છે.

વિધાનસભા લોબીમાં ભ્રષ્ટાચારના બીજા બનાવોની ચર્ચા થતી હતી.

ગુજરાતમાં ૨૩ વર્ષથી દુશાસન ભાજપની ભ્રષ્ટાચારી સરકાર વહીવટ કરી રહી છે. ભ્રષ્ટાચારના ફાયબર ઓપટીક એટલે હપતારાજ ચાલી રહ્યુ છે. શિક્ષણ, આરોગ્ય, શ્રમ અને રોજગાર, વાહન વ્યવહાર, કૃષિ ઉધ્યોગ, જળ પતી, આદિજાતી, સમાજ કલ્યાણ તથા સમગ્ર ખાતાઓમાં ભ્રષ્ટાચાર ને શિષ્ટાચાર બનાવી દીધો છે. ૪૦૦૦ કરોડના મગફળી કોભાંડ, સરકારી નોકરીમાં ભ્રષ્ટાચાર,દારૂ ઠલવાય,સુજલામ સુફલામનું કોભાંડ,જી.એસ.પી.સી.નું ૨૦ હજાર કરોડનું કોભાંડ આચરેલ છે. આ બધા કોભાંડો માટે કોણ જવાબદાર તેનો જવાબ સરકાર આપે એવું કોંગ્રેસે જાહેર કર્યું હતું.

ભ્રષ્ટાચારમાં વધારો

ગુજરાત વિધાનસભા લોબીમાં પણ ભ્રષ્ટાચારની ચર્ચા ધારાસભ્યો કરતાં હતા જે આ પ્રમાણે છે. ગયા વર્ષે થયેલા સરવેમાં મોદાની ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. આ સરવે ગુજરાતને પણ લાગુ પડે છે. 11 ટકા લાંચનું પ્રમામ વધ્યું છે. પોલીસ, કલેક્ટર, સ્થાનિક સ્વરાજ્યની સેવાઓમાં પૈસા આપ્યા બગર કામ થતું નથી. ગુજરાતના 56 ટકા લોકોએ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે લાંચ આપી હોવાનું સરવેમાં બહાર આવ્યું છે.

અમદાવાદમાં ભ્રષ્ટાચારીઓની મિલકતો

ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓ અમદાવાદમાં મિલકતો ખરીદીને રોકાણ કરી લે છે. અમદાવાદ આસપાસ ગુજરાત ભરના ભ્રષ્ટ અધિકારીઓની મિલકતો આવેલી હોવા છતાં ભાજપના 23 વર્ષના શાસનમાં ક્યારેય તપાસ થઈ નથી. અધિકારીઓ અને રાજકાણીઓની ભાગીદારી તેમાં હોવાથી તેની તપાસ થતી નથી. ધોલેરામાં ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓની જમીનો આવેલી છે.

ભ્રષ્ટાચાર સૌથી વધારે રોકડમાં થયો.

લાંચમાં 39 ટકા લાંચ રોકડામાં, 25 ટકા એજન્ટ દ્વારા, સોનાની ઈંટો દ્વારા, ચૂંટણીમાં ટિકિટ આપવા માટે સાણાંદ-હાંસલપુરમાં 150 વિઘા જમીનની લાંચ, મકાનો મેળવીને લાંચ, ટીપી સ્કીમોમાં લાંચ લેવામાં આવે છે. કુલ લાંચમાં 25 ટકા રકમ પોલીસને આપવી પડે છે. ત્યાર બાદ નગર નિગમ, પ્રોપર્ટી રજિસ્ટ્રેશન અને અન્ય સરકારી ઉપક્રમમાં લાંચ આપવામાં આવી.

સીસીટીવીની કોઇ અસર નહીં

લોકોને તે સરકારી ઓફીસોમાં પણ લાંચ આપવી પડી જ્યાં તેઓ સીસીટીવી કેમેરા લાગેલા હતા. આશરે 13 ટકા લોકોએ તો એવા સ્થળ પર આ વર્ષે જ લાંચ આપ્યાનું સ્વિકાર્યું છે. ગુજરાતમાં પોલીસ સ્ટેશનોમાં લાંચ કેમેરા હેઠળ લેવામાં આવે છે. ટ્રાફિક પોલીસ કેમરાની સામે જ લાંચ લે છે. લાંચ આપવી સામન્ય વાત છે જો કે, લાંચ આપવી કે લેવી બંને ગુનો છે અને તે ભ્રષ્ટાચારની અંદર આવે છે.

સેક્સ દ્વારા લાંચ

કોઇ પણ કાર્ય કરવા માટે કોઇ વ્યક્તિ લાંચ તરીકે સેક્સની માગ કરે તો તે ભ્રષ્ટાચાર ગણવામાં આવશે અને તેના માટે 7 સજા પણ થશે. ભષ્ટાચાર સંશોધન અધિનિયમ, 2018માં અમ્બ્રેલા ટર્મ અણગમતા લાભો સમાવેશ થાય છે. પગાર સિવાય મોંઘા કલબની સભ્યતા અને હોસ્પિટાલિટી (સગવડતાઓ) સામેલ છે.

ગુજરાતના સૌથી મોટા ભ્રષ્ટ બે બનાવો

રાજકોટ નજીક હવાઈ મથક બની રહ્યું છે તેની નજીક ચોટીલા તાલુકાના બામણબોર અને જીવા પર ગામોની જમીન ટોચ મર્યાદા હેઠળની ૩૯૦ એકર જમીન કૌભાંડ બહાર આવ્યું તે રૂપાણી સરકારમાં સૌથી મોટો લાંચ કાંડ છે. ૬ જણ અત્યારે જેલમાં છે. આ કૌભાંડમાં સચિવાલયના 12 અધિકારીઓ સંડોવાયેલા હોવા છતાં પગલાં ભરાયા નથી. બીજું ચોટીલાના મેળાસા અને શેખલિયા ગામની 781 એકર ફાજલ સરકારી જમીન ખાનગી માલિકોના નામે ફેરવવાનું લાંચ કાંડ છે. આ બન્ને બનાવોમાં કરોડો રૂપિયાની લાંચ આપવામાં આવી હોવા છતાં તે પ્રકરણ લાંચ પ્રકરણ તરીકે જોવામાં આવતું નથી. આ બન્ને કૌભાંડની કુલ જમીન રૂ.832 કરોડ થવા જાય છે.

બોદા રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણ લોકસભા બેઠકના રાધનપુર ખાતે જનસભા સંબોધતા જણાવ્યું હતું કે,  ૫૬ની છાતીવાળો પ્રધાનમંત્રી જોઇએ છે કે ડરપોક, વોટબેંકની રાજનીતિ કરનાર પ્રધાનમંત્રી જોઇએ છે. આ ચૂંટણી ચોકીદાર વિરૂધ્ધ ચોરોની ચૂંટણી છે. મેં ભી ચોકીદાર હું ના નાદ સાથે દેશભરના લોકો દેશના ચોકીદાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ઉભા છે. નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે, તેઓ પ્રધાનમંત્રી નહીં, ચોકીદાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની તિજોરી પર ભ્રષ્ટાચારનો પંજો નહીં પડવા દે. કોંગ્રેસ કહે છે કે, મોદી હટાવો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, ભ્રષ્ટાચાર હટાવો.

હવે રૂપાણી પોતે જ ભ્રષ્ટાચાર દૂર કરવામાં સફળ થયા નથી. દૂર થવાના બદલે ભ્રષ્ટાચારમાં વધારો થયો છે અને સરકારે પગલાં લેવાનું ઓછું કરી દીધું છે.