આરોગ્ય માટે શ્રેષ્ઠ ટામેટાના ભાવ વધતાં ખપત ઘટી

ટામેટાના ભાવ વધી રહ્યાં છે. બે મહિના પહેલા રૂ.20થી 15ના કિલો મળતા ટામેટાનો ભાવ રૂ.40થી 60 થઈ ગયા છે. ગુજરાતમાં સિંચાઈનું પાણી રહ્યું ન હોવાથી અને દુષ્કાળ હોવાથી ખેડૂતોના ખેતરમાં ટામેટા રહ્યાં નથી. તેથી નાશિક, મહારાષ્ટ્ર, પુણે તથા પંજાબથી ટામેટા આવી રહ્યા છે. તેથી ભાવ વધી રહ્યાં છે. 15 દિવસમાં ભાવમાં કિલોએ રૂ. 20થી 30નો વધારો થવાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

ટામેટા ખાવાના અનેક ફાયદા હોવાથી તેની માંગ સારી રહે છે.

હ્રદયને માટે પોટેશિયમ, નિયાસિન, વિટામિન બી-6 ને ફોલેટ ઉપયોગી હોય છે. વિટામિન એ, એન્ટી એજિંગ કમ્પાઉંડ્સ, આઈકોપીન અને બીટા કોરોટિન પણ હોય છે. બીટા કેરોટીન અને આઈકોપીનની માત્રા ખૂબ મોટી માત્રામાં હોય છે. ડાયાબિટિસ, દ્રષ્ટિ, લીવર, વાળ અને કિડની માટે ટામેટા ખાવાથી કાર્યક્ષમતા વધે છે. કેન્સર થતું નથી. ટામેટા નિયમિત સેવનથી પેટ સાફ રહે છે. કફ થયો હોય તો ટામેટાનું સેવન અત્યંત લાભદાયક રહે છે. પેશાબ સંબંધી રોગો, જૂની કબજિયાત અને ચામડી માટે ઉપયોગી છે.

આંખમાં ધાબા, અંધ વિકૃતિ, એક ગંભીર અને અપરિવર્તનીય આંખની સ્થિતિની ઓછી કરવામાં મદદ કરે છે. રોગ પ્રતિકારક ક્ષમતા, પાચનશક્તિ વધે છે.

ટામેટાના રસમાં 2 ચમચી મધ મેળવીને પીવાથી એક મહિનામાં જ ચહેરાનો નિખાર આવે છે. 2 ટામેટા અને એક ગ્લાસ પાણીને મિક્સરમાં પીસીને તેને ગળ્યા વગર 30 દિવસ સુધી પીવાથી ચહેરાની રંગત, નિશાન અને કરચલીઓ મટી જાય છે.

ટામેટા ને ફ્રિજમા રાખવામા આવે તો તેનો સ્વાદ અને રંગ બદલાય જાય છે, જે એક જાતનુ રિએક્શન છે. ટામેટાને હંમેશા લગભગ 20 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર રાખવા જોઈએ. ડબ્બામા બંધ ન રાખવા જોઈએ.