વિકાસના નામે ગુજરાતનો દરિયા કાંઠો નષ્ટ કરવાનો સડયંત્ર.
હાલમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠા ઉપર આવેલા 14 જિલ્લાના 1600 કીમી.દરિયાઈ વિસ્તારનો કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન CZMP બનાવવાની કામગીરી કરવામાં આવી રહેલ છે. ઘણા બધા લોકોને ખ્યાલ નથી કે CZMP એટલે વળી ક્યાં પ્રાણીનું નામ છે પરંતુ આ CZMP દરિયાકાંઠા વિસ્તારના લોકો માટે ખૂબ મહત્વનું છે.
કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન એટલે કે જેવી રીતે શહેરોમાં શહેરી વિસ્તાર વિકાસ સતા મંડણ હોય છે જેમકે અહમદાવાદ વિસ્તાર વિકાસ સતા મંડણ- ઔડા, ભુજ વિસ્તાર વિકાસ સતા મંડણ- ભાડા,રાજકોટ અર્બન ડેવલપમેન્ટ આથોરિટી-રૂડા. તેવી જ રીતે દરિયા કિનારાઓના વિકાસ, જણાવણી અને તેનું આયોજન કરવાનું એટલે CZMP. આ પ્લાન બનાવવાની જવાબદારી ગુજરાતમાં GCZMA એટલે કે ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીને સોંપવામાં આવેલ છે. એટલે કે 2011 ના CRZ જાહેરનામા પછી દરિયાકાંઠા વિસ્તાર માટે GCZMA એ માઇ-બાપ છે. દરિયાકાંઠાના દરેક રાજ્યોને CZMA બનાવવાનું છે તે બાબતનું હુકમ સુપ્રીપ કોર્ટ 1998 માં આપેલ છે એટલે કે સુપ્રીમ કોર્ટના હુકમથી GCZMA નો જન્મ થયો છે અને LTL થી 12 નોટિકલ એટકેકે 18 કિમિ સુંધી દરિયામાં અને HTL લાઈનથી 7 કિમિ જમીન તરફ GCZMA ની સતા છે. સુપ્રીમ કોર્ટના હુકમ પછી અસ્તિત્વમાં આવેલ આ GCZMA હમણા ખૂબ જ ગડબડ કરીને ગુજરાતના દરિયાકાંઠાનો CZMP એટલે કે ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન બનાવે છે. ક્યાં કારણોથી GCZMA વિવાદમાં છે તે નીચે મુજબ છે:
(1) 2011 ના CRZ જાહેરનામા અને CRZ કાયદા મુજબ CZMP બનાવવાની સંપૂર્ણ જવાબદારી GCZMA ની છે અને સુપ્રીમ કોર્ટના 1998ના હુકમ તેમજ NGT ના દક્ષિણ બેન્ચ અને પ્રિન્સીપાલ બેન્ચ દિલ્લી નો પણ હુકમ છે કે CZMP બનાવવાની જવબદારી CZMA ની છે. પરંતુ અહીં GCZMA એ પોતાની જવાબદારી એક ભ્રષ્ટ કમિશન ને આપી દીધી છે આ ભ્રષ્ટ કમિશન છે ગુજરાત ઇકોલોજી કમિશન.
(2) GCZMA એ એક ઓથોરિટી છે જયારે ગુજરાત ઇકોલોજી કમિશન -GEC એ એક કમિશન છે CRZ 2011 ના નોટિફિકેશ પછી દરિયાકાંઠાના વ્યવસ્થાપાનની સંપૂર્ણ જબદારી GCZMA ની રહે છે .
(3) CRZ 2011 નો કાયદો એ કેદ્રિય કાયદો છે અને અને તેના ઉપર બીજા કાયદા કે તેમાં સુધારા વધારા માત્ર કેન્દ્ર ક કરી શકે છે અને તેના માટે રાજ્યોમાં જે કાયદેસર ઓથોરિટી હોય તે જ કેદ્ર માટે પેટા કામ કરતી હોય છે જયારે GEC ને આવો કોઈ જ મેન્ડેટ મળેલ નથી.
(4) હવે GEC એ ગુજરાતના 14 જિલ્લાઓ અને 1675 કિમી. દરિયાઈ વિસ્તારનો CZMP એટલે દરિયાકાંઠાના નકશાઓ બનાવવાની જબદારી બીજી એજન્સીને નેશનલ સેંટર ફોર સંસ્ટનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ ચેન્નાઇ ને આપવામાં આવી છે.
(5) આ NCSCM ચેન્નાઇ ની સંસ્થા જે નકશાઓ બનાવ્યા છે તે ખામી વાળા અને મોટા પ્રમાણમાં ભૂલ ભરેલા છે.
(6) જોકે આ પ્લાન GCZMA ને 2011 ના CRZ નોટિફિકેશનના 24 મહિનામાં બનાવવાનું હતું પરંતુ તે છેક 2018 માં બનાવે છે અને એ પણ NGT ના ઓર્ડર પછી એટલે કે અત્યાર સુંધી જે કંપનીઓ CRZ મંજૂરીઓ મેળવી છે તે CZMP પ્લાન વગર જ અને ગેરકયદેસર રીતે EC મંજૂરીઓ મેળવી હતી. હવે જયારે NGT આવા બધી જ પર્યાવરણની મંજૂરી અટકાવી દીધી છે ત્યારે GEC રાતદિવસ એક કરીને પોતાના મિત્ર ઉદ્યોગપતિઓ ના અટકેલા EC માટે દરિયાકાંઠા અને ત્યાંના સ્થાનિક લોકોના આવનારા ભવિસ્ય સાથે ખૂબ જ મોટી ગડબડી અને ખીલવાડ કરે છે.
(7) કચ્છની અહીં વાત કરીએ તો કચ્છના કૂલ 7 તાલુકાઓ અને 120 જેટલા ગામો દરિયાકાંઠા ઉપર આવેલ છે.
(8) પરંતુ GEC અને NCSCM માત્ર 68 ગામોને દરિયા કાંઠા તરીકે બતાવ્યા છે અને બાકીના મોટા ગામોને આ મહત્વના પ્લાનમાંથી જાણી જોઈને બાદબાકી કરી નાખ્યા છે.
(9) મુંદરા તાલુકાના ઝરપરા, મોટા કાંડગરા, ટૂંડા,વાંઢ ગોયરસમાં વગેરે ખૂબ મોટા ગામોને આ પ્લાનમાંથી બાદ કરી દેવામાં આવ્યા છે.
(10) હવે જે પ્લાન NCSCM અને GEC એ બનાવ્યો છે તે પ્લાનમાં ખૂબ મોટા પાયા ઉપર ધોખા ધડી કરવામાં આવી છે. આ પ્લાનમાં મુંદ્રા તાલુકાનો છે તેમ સીટ F42J 9 માં રેતીના ઢગલો, મૅગ્રોવ નદીઓ અને ક્રિકો તેમજ ઇન્ટરર ટાઇડલ ઝોન તેમજ હાઇટાઇડ HTL બિલકુલ ખોટી બતાવવામાં આવી છે.
(11) આજ સીટમાં 1927 ના ફોરેસ્ટ એક્ટ થી રક્ષિત જંગલ તરીકે જાહેર કરવામાં આવેલ 334.34 હેકટર ભરાડીમાતા જંગલ અને ઢુંવા વિસ્તારને બાદ કરીને તેને મેડફેલટ તરીકે CRZ -B તરીકે જાહેર કરવામાં આવ્યા છે જે પીળી લાઈન થી બતાવેલ છે જયારે આ આખોય ભરાડીમાતા વિસ્તાર CRZ- 1A કેટેગરીમાં આવે છે. આ જગલ વિસ્તાર ને 1991ના CRZ નકશામાં પણ બતવવામાં આવ્યા છે જે અહીં નકશામાં જાબુડી લાઈનથી બતાવેલ છે.
(12) જયારે આ મુદ્રા વિસ્તારના નકશાઓ બનાવવામાં આવ્યા છે તેમાં HTl લાઈનો ખોટી રીતે બતવવામાં આવી છે અહીં 1991 નો નકશો મુકવામાં આવ્યો છે જેમાં જે પેનશીલથી લાલા કલરની લાઈન દેખાય છે તે 1991ની દરિયાની ભરતી રેખા એટલે કે HTL લાઈન છે જયારે વર્તમાન NCSCM ના નકશામાં જે લાલા કલર થી બતાવેલ છે તે HTL લાઈન છે આમ CRZ 2011 ના નોટિફિકેશનનું પાલન કરવામાં આવેલ નથી. જેમાં પ્રિશિષ્ટ 1 ના મુદા ન. 17 માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે HTL અને LTL CRZ નોટિફિકેશન 1991ને અનુસાર કરવાનું રહેશે.
(13) જયારે અહીં HTL લાઈન ને તોડી મારોળી ને બતાવવામાં આવી છે. જે HTL લાઈન NCSCM અને GEC દ્વારા તૈયાર કરવામાં આવેલ નકશામાં બતાવવામાં આવેલ છે તે માર્ચ 2011 ના NIO નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસનોગ્રાફી ગોવા દ્વારા અદાણી પોર્ટ અને SEZ માટે બનાવવામાં આવ્યા હતા તેની જ કોપી કરવામાં આવેલ છે. વાસ્તવિક રીતે જે HTL લાઈન છે તે 1991 ના નકશામાં પેનશીલ મૂકીને બતવવામાં આવેલ છે.
(14) જયારે આ નકશાઓ બનાવવામા આવે ત્યારે CRZ 2011 ના નોટિફિકેશન ના પરીસિષ્ઠ-1 ના પેટા ભાગ ન.5 મુજબ સર્વે ઓફ ઇન્ડિયા ના સ્કેલ 1:250000 સ્કેલના નકશાનો આધાર લેવામાં આવશે એમ કાનૂન છે જયારે અહીં તેનું પાલન કરવામાં આવ્યું નથી. અહીં સર્વે ઓફ ઇન્ડિયાના દેરાદુન પાસેથી મેળવવામાં આવેલ ટોપોસીટ ન. F42 j 9 મુકવામાં આવેલ છે તેમ HTl લાઇન,ક્રિક, નદીઓ, રેતીના ઢુંવા તેમજ મેડફેલટ જંગલ વિસ્તાર ભરાડીમાતાનો જંગલ વગેરે સચોટ અને સાચી રીતે બતાવવામાં આવ્યું છે..
(14) અહીં જે ફોટો ગ્રાફ મુકવામાં આવ્યા છે તે સ્થળ ઉપરના લેટીટ્યુડ અને લોન્ગટ્યુડ સાથે લેવામાં આવ્યા છે જેમાં આજ રોજ દરિયાઇ હાઈ ટાઇડ HTL ( દરિયાની પાણી ભરતી સમય કેટલા વિસ્તાર સુંધી પહોંચે છે) કેટલા વિસ્તાર સુંધી જાય છે તેનું માર્કિંગ કરવામાં આવેલ છે. હવે જયારે અહીં સંપૂર્ણ સાયસ્ટીફિક રીતે લેટ-લોન્ગ સાથે એ સાબિત થાય છે કે દરિયાનું ભરતી નકશામાં બતાવવામાં આવેલ છે તે લાઈન કરતા ઘણી દૂર સુંધી જય છે અને આજની તારીખમાં પણ 1991ના CRZ નકશામાં જે HTL બતાવવામાં અવેલ છે ત્યાં સુધી ભરતીનું પાણી જાય છે.
(15) CRZ નોટિફિકેશન 2011 ના નિયમ 5 મુજબ આ નકશાઓ HTL લાઈનથી 7 કીમી. લેન્ડ વર્ડ તરફના બધી જમીન પરની હકીકતો બતાવવી પડશે. જયારે 1991ની સાચી HTL લાઈનથી ઝરપરા ગામ આખો આવી જાય છે. અહીં HTL લાઈનમાં ગડબડી કરીને અદાણી ને ફાયદો કરવાનો ઇરાદો છે. જો HTL લાઇનને એક સેમી. પણ દરિયા તરફ ખસેડી નાખવામાં આવે તો કંઈક હેકટર જમીની અદાણી ને મફતમાં મળી જાય એમ છે.
(16) સર્વે ઓફ ઇન્ડિયાના લેટેસ્ટ ટૉપોસીટ ન.F42 J9 માં જે ક્રિકો અને નદીઓ બતાવવામાં આવેલ છે તે NCSCM દ્વારા બનાવેલ નશાઓમાં નથી તેમજ આ જ સીટમાં ઝરપરા ગામના માછીમારો નો વિસ્તાર તેમજ બોટ પાર્કિંગ અને ફિશ લેન્ડિગ વિસ્તર બતાવેલ નથી.
(17) સીટ ન. F42 j 10 માં ધ્રબ ગામનો જંગલ વિસ્તાર સર્વે ન. 169/35 અને 169/36 બતવવામાં આવેલ નથી જે CRZ -1A માં આવે છે.
(18) સીટ ન. F 42 j 11 માં ગોયરસમાં ગામનો સર્વે.ન.207 પૈકી નો જગલ વિસ્તાર બતાવવામાં આવેલ નથી આ પણ વિસ્તાર CRZ A1 માં આવે છે.
(19) આ CZMP ના પ્લાનમાં CVA ક્રિટિકલ વનેરેબલ અરિયા બતાવવામાં આવ્યો નથી. જે બતાવવું અતિ જરૂરી હોય છે.
(20) આ CZMP પ્લાનમાં હેઝાહાર્ડ (ભયગ્રસ્ત લાઈન) બતાવવામાં આવેલ નથી જ્યારે કચ્છ સમગ્રહ ભૂકંપ ઝોન-5 માં અને હેવી વાવાઝોડા ગ્રસ્ત વિસ્તાર તેમજ શુનામીના ભય વાળો વિસ્તાર છે આ હેજહાર્ડ લાઈન બતાવવું પણ ફરજિયાત છે.
આમ GEC અને NCSCM એ ઉદ્યોગપતિઓના દલાલ તરીકે આ નકશાઓ બનાવ્યા છે તેમજ જન મિત્ર તરીકે નહીં પણ ઉદ્યોગમિત્ર તરીકે દરિયાકાંઠાનો પ્લાન બનાવવામાં આવી રહેલ છે. જે કોપણ રીતે આ નકશાઓ કેદ્ર સરકાર પાસેથી પાસ કરાવવા માંગે છે અને સરકારના મિત્ર ઉદ્યોગપતિઓના અટકેલ પર્યાવરણ મંજૂરીઓ અપાવવા પ્રયાસ કરી રહેલ છે.
(નોંધ- અહીં જે ફોટો મુકવામાં આવ્યા છે તેને કોઈપણ સરકારી કે ખાનગી કંપની ખોટા છે તે સાબિત કરી બતાવે તેવી ચેલેન્જ છે)