અમદાવાદના સોલામાં લાગેલી આગ લાગ્યા બાદ ફાયરના દસ જેટલા વાહનો, હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને ચીફ ફાયર ઓફિસરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા બાદ પણ કલાક સુધી રેસ્કયુની કામગીરી હાથ ધરી શકાઈ ન હતી. જેને પરીણામે લોકોએ ફાયરની બેદરકારી સામે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો.
હાઈડ્રોલિક પ્લેટફોર્મ કેમ શરૂ ન થઈ શકે
રાજેશ ભટ્ટનુ કહેવુ છે,હાઈડ્રોલિક પ્લેટફોર્મની સાયન્ટીફીકલ રીકવાયરમેન્ટ નકકી કરવી પડે. ૧૭ મીટરે તે પહોંચે છે પણ તે એકદમ શરૂ થઈ શકતી નથી.બીજા વાહન જેટલા ઝડપથી ઓપરેટ થાય એટલુ આ ઝડપથી ઓપરેટ થઈ શકતી નથી.હાઈડ્રોલિક પ્લેટફોર્મ ઓપરેશનલ તફાવત છે.વીસથી વધુ વાહનોની મદદ લેવામાં આવી છે.