- ઓઢવ ખાતે ‘‘જડેશ્વર વન’’નું લોકાર્પણ કરાશે
- જડેશ્વર વન અમદાવાદ પૂર્વ વિસ્તાર નું નજરાણું બની રહેશે
- ૧૦ કરોડના ખર્ચે આઠ એકરમાં વન નિર્માણ પામશે
‘‘ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’’ અંતર્ગત રાજ્યના વન વિભાગ દ્વારા ૭૦મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઊજવણી આગામી તા.૩જી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કરાશે.
એ.એમ.ટી.એસ., વસ્ત્રાલ ડેપો, આદિનાથનગર પાસે ઓઢવ ખાતે સવારે ૧૦-૦૦ કલાકે યોજાનાર સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ‘‘જડેશ્વર વન’’નું લોકાર્પણ કરાશે. ૧૦ કરોડના ખર્ચે ૮ એકરમાં નિર્માણ પામનાર જડેશ્વર વન અમદાવાદ પૂર્વ વિસ્તાર નું નજરાણું બની રહેશે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ચેકવિતરણ સમારોહ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, રાજ્ય વન મંત્રી શ્રી રમણલાલ પાટકર, અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલ સહિત સાંસદ શ્રી હસમુખભાઇ પટેલ તથા ડૉ. કિરીટભાઇ સોલંકી, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે, તેમ વન વિભાગની યાદીમાં જણાવાયું છે.