ઔષધીય વનસ્પતિ ઉત્પાદનના મૂલ્યવર્ધન અને માર્કેટીંગ શૃંખલા સુદ્રઢિકરણ કાર્યશાળા

ગાંધીનગર, તા.૧૬
ગાંધીનગર ખાતે ઔષધીય વનસ્પતિ ઉત્પાદનના ખરીદ-વેચાણને સુગમ બનાવવા માટે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને સચિવની એક કાર્યશાળા સંયુક્ત ઉપક્રમે તા.૧૬/૧૦/૨૦૧૯ના રોજ યોજવામાં આવી હતી.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ અને કૃષિ વિભાગના નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગીર ફાઉન્ડેશન, આ કાર્યશાળામાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી ર્ડા. જગદીશ પ્રસાદ, વાય.એ. બલોચ, નિયામક કૃષિ બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ભાવનાબેન પટેલ, નિયામક (આયુષ), જમનભાઇ માલવીયા, પ્રમુખ GAAMA તથા ઔષધીય વનસ્પતિની ખેતી, મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાના નિષ્ણાતો ર્ડા. એ.કે. વાર્ષ્ણેય, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક (નિવૃત્ત), એસ. એન. ત્યાગી, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક (નિવૃત્ત), ર્ડા. શ્રીરામ, પ્રોફેસર અને રીસર્ચ સાઈન્ટીસ્ટ (નિવૃત્ત) જેવા મહાનુભાવો હાજર રહ્યાં હતાં. આ કાર્યશાળામાં ર્ડા. સંજીવ આચાર્ય, પ્રિન્સીપાલ સાયન્ટીફીક ઓફિસર, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ર્ડા. દિપક ચૌધરી, પ્રમુખ ગ્રામિણ વિકાસ ટ્રસ્ટએ માર્ગદર્શકરૂપ પ્રેઝન્ટેશન રજુ કર્યા હતાં.

આ કાર્યશાળામાં ઔષધીય વનસ્પતિની ખેતી, મૂલ્યવર્ધન તથા બજાર વ્યવસ્થામાં પડતી મુશ્કેલીઓ અને તેના નિવારણ માટે તલસ્પર્શી ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યશાળા એક બાજુ અને બીજી બાજુ ગુજરાતમાં આવેલ આયુર્વેદિક ફાર્મસીઓને ગુણવત્તા સભર ઔષધીય વનસ્પતિનો કાચો માલ પૂરો પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે.