રાજકોટ, તા.13
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાંથી વરસાદ ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને લોકો આતુરતાપૂર્વક શિયાળાના આગમનની રાહ જોઈ રહ્યા છે. હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ તારીખ 15 થી શિયાળા ની અનુભૂતિ કરાવતા વાતાવરણનુનો પ્રારંભ થશે અને ધીમે ધીમે શિયાળો જમાવટ કરશે.
સવારે પ્રમાણમાં વાતાવરણ સૂકું હોય છે પરંતુ આખો દિવસ ગરમી નું જોર વધતું રહે છે .સુરેન્દ્રનગર ભુજ અને કંડલા એરપોર્ટ ઉપર મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રીને પાર કરી ગયો છે .કંડલા એરપોર્ટ અને ભુજમાં પારો 37ની નજીક પહોંચી ગયો છે. સુરેન્દ્રનગરમાં તાપનામ 36 ડિગ્રી મહત્તમ તાપમાનને પાર કરી ગયું છે. પોરબંદર રાજકોટ અને નલિયામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીને પાર કરી ગયું છે ગુજરાતમા ગાંધીનગર અમદાવાદ અને ડીસામાં મહત્તમ તાપમાનનો પારો સતત ઉચે જઇ રહ્યો છે.