મ્યુચ્યુઅલ ફંડોએ કંપનીના પ્રમોટરોને ડેટ ફંડના માધ્યમથી આપેલા ધિરાણ. મ્યુચ્યુઅલ ફંડ આ રીતે રોકાણ કરવાની કોઈ જ સત્તા ધરાવતા નથી. ફંડ મેનેજરોના આ કરતૂતો છે. આ ફંડ આપતી વેળાએ મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજરોએ એવા કરાર પર પણ સહી કરી આપે છે કે કંપની ડિફોલ્ટર બને તો પણ ચોક્કસ સમયગાળા સુધી તેના શેર્સ મ્યુચ્યુઅલ ફંડોએ વેચવા નહિ.
કંપનીના પ્રમોટર્સને શેર્સ સામે લોન આપનારા મ્યુચ્યુઅલ ફંડો ડિફોલ્ટ કરશે તો તેવા સંજોગોમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કાયદેસરના પગલાં લેશે.મ્યુચ્યુઅલ ફંડના ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાનમાં કોટક મહિન્દ્ર એસેટ મેનેજમેન્ટ કંપની અને એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની-એએમસી તેમના રોકાણકારોના નાણાં મેચ્યોરિટી ટાઈમે એટલે કે પાકતી મુદતે ચૂકવવામાં વિફળ રહ્યા છે. એક મ્યુચ્યુઅલ ફંડે તો મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણ પાછા ખેંચવાનું જ અટકાવી દીધું હતું. તેની એક નહિ અનેક સ્કીમોમાં રોકાણકારોના પૈસા અટવાઈ ગયા હતા.