કચ્છના નાના રણમાં ત્રણ ઘુડખરની હત્યા

કચ્છના નાના રણની અંદર કુડા કોપરણી ગામ નજીક ત્રણ ઘુડખરની  હત્યા નોંધાતા તંત્રએ ગંભીર નોંધ લીધી છે.  ધ્રાંગધ્રા રેન્જ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ફાયરીંગ વડે  આ ઘાતકી કૃત્ય થયું હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. અભ્યારણ્યના  અધિકારી,  પોલીસ સ્ટાફ તેમજ પશુ ડોક્ટરની ટીમ  ઘટના સ્થળે તુરંત પહોંચી પોસ્ટમોર્ટેમની કાર્યવાહી કરી હતી.
નાયબ વન સંરક્ષક એસ. એસ.અસોડાએ જણાવ્યુ છે કે રણની આજુબાજુ વસવાટ કરતાં લોકોની પૂછપરછ શરૂ કરી દેવામાં આવીછે , જેથી ઘૂડખરની કતલ કરવાનો ઉદ્દેશ જાણી શકાય. આ રણની અંદર વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં  અહીં આવતા હોવાથી તેમણે નિહાળવા પક્ષીપ્રેમીઓની ભીડ પણ અહી ઉમટે છે, ત્યારે ઘૂડખરની હત્યાથી નિસર્ગ પ્રેમીઓ નારાજ થયા છે.