કચ્છના રોગાન કસબી અબ્દુલ ગફુરભાઈ ખત્રી

કચ્છને રોગાનકલા ક્ષેત્રે અબ્દુલ ગફુરભાઈ ખત્રીએ વિશ્વસ્તરે નામના અપાવી છે. ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી આપેલો હતો. મુંબઈમાં ગુજરાતતી નેતા અને શિવસેનાના હોદ્દેદાર હેમરાજ શાહે 2015માં કચ્છ શક્તિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ સમગ્ર દેશનું ધ્યાન તેમની તરફ ગયું હતું

300 વર્ષ જૂની રોગાનકળાના વારસાની જાળવણી પરિવારે બખૂબી કરીને ખૂબ નજાકત અને સાવચેતીપૂર્વક કરવામાં આવતી સૂક્ષ્મ રોગાનકળા જાળવી રાખી છે. રોગાન તૈયાર કરવાની પદ્ધતિ ખૂબ લાંબી અને ધૈર્ય માગનારી હોવા છતાં તેમણે અને તેમના પરિવાર દ્વારા જાળવી રાખી છે.