[:gj]માંડવી બીચની ગયા વર્ષે 2 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી[:]

[:gj]પ્રતિવર્ષ ધોરડોના રણોત્સવ સાથે માંડવીમાં ટેન્ટ સિટી અને બીચ ફેસ્ટીવલ યોજાશે. કચ્છનું સફેદ રણ વ્હાઇટ ડેઝર્ટ વિશ્વ પ્રવાસન પ્રેમીઓનું આકર્ષણ છે, તેમ જ આ વ્હાઇટ સેન્ડ બે બીચને પણ વર્લ્ડ ટુરિઝમ એટ્રેકશન બનાવાશે.
કચ્છમાં રણોત્સવ ઉપરાંત ધોળાવીરા, માતાના મઢ, ભદ્રેશ્વર, નારાયણ સરોવર જેવા પ્રવાસન દર્શનીય સ્થળો તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા મ્યુઝિયમ સહિતની સમગ્ર ટુરિઝમ સરકીટ વિકસાવવાશે.

રણ ઉત્સવને ભવ્ય પ્રતિસાદ સાંપડતાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માંડવી દરિયાકિનારે તા. ૧૩ ફેબ્રુઆરીથી બે મહિના સુધી માંડવી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
સફેદ રણની મુલાકાત લેતાં પ્રવાસીઓ હવેથી કચ્છના દરિયાકિનારાની મજા પણ માણી શકશે. પ્રવાસીઓ દરિયા કિનારે રાત્રિ-રોકાણ કરી શકે તે માટે પપ ટેન્ટ સાથેના ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. એસી પ્રિમિયમ, મીની દરબારી, એસી ડિલક્ષ, નોન-એસી ડિલક્ષ ટેન્ટનો આમાં સમાવેશ થાય છે.
ગત વર્ષના આંકડા અનુસાર માંડવી રાજ્યમાં લેઝર ડેસ્ટિનેશન કેટેગરીમાં ત્રીજા ક્રમે છે. માંડવી બીચની ગયા વર્ષે ર લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
માંડવી બીચ ફેસ્ટિવલના માધ્યમથી દેશ-વિદેશના પર્યટકોને આકર્ષિત કરી શકે તેવી વિવિધ સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ પણ વિકસાવામાં આવી છે.

રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા માંડવીના બીચ ખાતે સી શોર ટુરીઝમનને વેગ આપવા હેતુ ફેબુ્રઆરીથી એપ્રિલ બે માસ માટે પ્રવાસીઓને આકર્ષવા પ૦થી પપ જેટલા ટેન્ટ ઉભા કરાશે.

ભૂતકાળમાં માંડવીના રમણીય બીચ પર વોટર સ્પોર્ટ એક્ટીવીટી ચાલુ હોવાથી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. દિવાળી વેકેશનમાં દેશ-વિદેશથી લોકો દરિયા કિનારે ફરવા આવતા હોય છે.

પોલીસ તંત્ર દ્વારા વોટર સ્પોર્ટ બોટની તમામ પ્રવૃતિ બંધ કરી દેવાતા સહેલાણીઓ મજા માણી શકતા ન હોવાનું સુર વ્યક્ત થયો છે. ધંધાની હરિફાઈમાં વોટર રાઈડસને આંગ ચાપી દેવાઈ હતી. આ બનાવ બાદ બે દિવસ બીચ ઉપર તમામ વોટર સાઈડસ બંધ કરવાની સુચના આપી દેવાઈ હતી. રાઈડ્સ ચાલુ કરવા ઈચ્છતાા હોય તેવા ધંધાર્થીઓને તમામ જરૂરી કાગળો પોલોીસ મથકે રજૂ કરે. સીતેર જેટલી વોટર રાઈડ્સ આજ સુધી કિનારે પડી છે.

મોડું કર્યું

ફેબુ્રઆરીથી એપ્રિલ બે માસ સુધી માંડવી બીચ પર ટેન્ટ સીટી બનાવાઈ રહી છે. પ્રવાસીઓની સીઝન લગભગ પૂર્ણતાના આરે છે. નવેમ્બરથી ફેબુ્રઆરી ટુરીઝમ માટેનો સમય ગાળો છે. ત્યાર બાદ માર્ચ-એપ્રિલ ધો.૧૦, ૧ર બોર્ડ એકઝામ સાથે અન્ય કોલેજ, માધ્યમિક પ્રાથમિક કક્ષાની પરીક્ષાઓ શૈક્ષણિક મહિના વચ્ચે દરિયા કિનારે તંબુ નગરીમાં રોકાવવા સહેલાણીઓ આવશે કે કેમ એ મોટો યક્ષ પ્રશ્ન છે. પ્રવાસીઓને આકર્ષવા અને સી શો ટુરીઝમને વેગ આપવા પતંગોત્સવ, ધુળેટીના તહેવારો, નવરાત્રિ જેવા કાર્યક્રમ યોજવામાં આવે છે.

૧૯ ફેબુ્રઆરીના માંડવીના ૪૪૦માં સ્થાપના દિને પ્રારંભ ન થયો.

4 વર્ષ પછી ફરીથી

ચાર વર્ષ પૂર્વ કાશી વિશ્વનાથ જુના બીચ ખાતે તોરણ બીચની જગ્યાએ પ૦ જેટલા ટેન્ટ ઉભા કરીને ટેન્ટ સીટી ઉભુ કરાયુ ંહતું પણ પ્રતિસાદ મળ્યો ન હતો. ત્યારે પુન: ઓફ સીઝનમાં ટેન્ટ સીટી બનાવવાનો પ્રવાસન વિભાગનો પ્રયત્ન  તાયફો બની રહેશે. હસ્તકલાના સ્ટોલ અને ફૂડ સ્ટોલ છે.

સ્પોર્ટ્સ

દરિયા કિનારે જેટ સ્કી, વોટર સ્કૂટર, પડેલ બોંટિગ, ફલાય બોંટિગ સ્પીડ બોટ, બનાના બોટ જેવી પ્રવૃતિઓનુ આયોજન કરાયુ છે. આ ઉપરાંત એવેએશન આધારિત એડવેનચર રમતો, પેરા સેઇલીંગ, પેરા મોટરીંગ, હોટ એર બલૂન ઉપરાંત તિરદાંજી, બિચ વોલીબોલ, વોક વે અને યોગ સેશનનું પણ આયોજન કરાયુ છે.

કાશી-વિશ્વનાથ બીચ કેવો છે

માંડવી બીચ અથવા દરિયા કિનારો ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી દરિયાકિનારે આવેલું એક સુંદર સ્થળ છે. અહીં દરિયાકિનારે વીજળી પેદા કરવા માટે પવનચક્કીઓનું વિન્ડ ફાર્મ આવેલું છે. આ કિનારો કાશી-વિશ્વનાથ બીચ તરીકે પણ ઓળખાય છે.

માંડવી કેવું

નજીકના આકર્ષણોમાં વિજય વિલાસ મહેલનો સમાવેશ થાય છે. માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે ખૂબ જ જાણીતું શહેર છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.માંડવીથી મુંબઈ, અરબસ્તાન અને આફ્રિકા આવવા જવા માટે જુના જમાનામાં વહાણોની, આગબોટની સગવડ હતી. નજીકના આકર્ષણોમાં બ્રીટીશ રાજ્યના જમાનાનો વિજય વિલાસ મહેલ, રાવ ખેંગારજીએ બંધાયેલ સુંદરવ વૈષ્ણવ મંદિર, શેઠ તોપોને બંધાવેલ લક્ષ્મીનારાયણ મંદિર, પ્રાચિન સ્વામનિરાયણ મંદિર, અસર માતાનું મંદિર, ધોરમનાથ મંદિર, પીર તાનાસાની કબર અને રાવલ પીરનું સ્થાનક અહીં આવેલાં છે.

બીચ ફેસ્ટિવલ
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા બીચ ફેસ્ટિવલમાં આ વખતે અવનવા કાર્યક્રમોએ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત પ્રવાસીઓ કાંતિતીર્થ, શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક, વિજય વિલાસ પેલેસ, ગોધરાનું અંબેધામ, ડોણમાં જ્યોતેશ્વર મહાદેવનું મંદિર, રાજડા ટેકરી, કોડાય પુલ પરનું 72 જિનાલયનું મંદિર, ધ્રબુડી તીર્થ સહિતના સ્થળોએ પ્રવાસીઓ માટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે.[:]