રાજકોટના અસાહી શિમ્બુન – જાપાન દ્વારા 79મી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થયું હતું. વિશ્વના 32 દેશોમાંથી 4 લાખ ફોટોઓ મળ્યા હતા. 4261 જેટલા તસવીરકારોએ ભાગ લીધો હતો. રાજકોટના ફોટોગ્રાફર એશ્કોલ સોનગાંવકરે રજૂ કરેલી તસવીરને સુવર્ણચંદ્રક મળેવો છે.
છેલ્લા 32 વર્ષથી એશ્કોલ ફોટોગ્રાફી કરે છે. ફોટોગ્રાફી તેમની આજીવિકા અને શોખ છે.
ફોટોગ્રાફરો પહેલા ક્લિક કરીને ફોટો પાડતાં હોય છે. પણ એશ્કોલ પોતે છબી લેતા પહેલાં તેના વિષે વિચાર છે, અને પછી ક્લીક કરે છે.
આ સ્પર્ધામાં એશ્કોલએ મોકલેલા ફોટામાં કોઈપણ મનુષ્ય કે પ્રાણીને પ્રેમનો પ્રથમ અનુભવ માતાના સ્તનથી મળતો હોય છે. તે થસવીર કચ્છ ખાતે લીધી હતી. જેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. જે દિવસે મેડલ મળ્યો તે દિવસે 29 એપ્રિલ 2019માં તેમના લગ્નની 25મી વર્ષગાંઠ હતી.
આ એવોર્ડ મેળવ્યા બાદ દેશ- વિદેશના લોકો એશ્કોલને ઓળખવા લાગ્યા છે. અને ઠેર ઠેરથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. એશ્કોલેને અગાઉ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ફોટોગ્રાફીમાં પુરસ્કાર મળેવા છે.