હળવું આલ્કોહોલિક પીણું કચ્છી ખારેકમાંથી બનેલી વાઇનનું 2018થી બની રહ્યું છે. આબુરોડ ખાતે શરુ કરવામાં આવેલા ખજૂર વાઈનને ગુજરાતમાં 65 પરમિટ ધરાવતા બારમાં વેચાઈ રહ્યા છે.
કચ્છના ફેમસ ખજૂરમાંથી વાઇન બનાવવા રુ.10 કરોડના ખર્ચે પેઝનટ્સ ફૂડ પ્રોસેસિંગ એન્ડ વાઇનરી પ્રા. લી. નામે 2 લાખ લીટર વાઇન બનાવવાની ફેક્ટરી છે.
કચ્છમાં મોટા પ્રમાણાં ખારેક-ખજૂરનો પાક થાય છે જેને રુ.20થી 150 પ્રતિ કિલો વેચવામાં આવે છે. વાઈનમાં બહારથી કોઈ સ્પિરિટ કે આલ્કોહોલીક તત્વ નાંખવામાં આવતું નથી, કુદરતી આલ્કોહોલ છે. જે લોકો હાર્ડ લિકર નથી પીવા માગતા તેઓ 13% જેટલો આલ્કોહોલ ધરાવતાં ખારેક વાઈન પીવે છે.
ભારતીય પેટન્ટ ઓફિસ દ્વારા પ્રોડક્ટ માટે પેટન્ટ છે. હવે દાડમમાંથી વાઇન બનાવવાનું શરુ કરાશે. દાડમ પણ કચ્છમાં અત્યારે સૌથી ઝડપી વધી રહેલા પાક તરીકે જોવામાં આવે છે.