ભાજપના નેતા છબીલ પટેલના કચ્છના વગદાર ભાગીદાર જયંતિ ઠક્કરે પણ ભાજપના ઉપ્રમુખ જયંતિ ભાનુશાળીની હત્યા હનીટ્રેપ અને યુવતિઓના વિડિયો અને સેક્સ માટેની ફરિયાદો કરવામાં સંડોવાયેલો હોવાનું જણાતાં પોલીસે તેની ધરપકડ કરી છે. હત્યારાઓને ચૂકવવાની રકમમાં રૂ.5 લાખ પોતાનો હિસ્સો આપ્યો હતો.
ભાનુશાળીની હત્યા પહેલા અનેક મીટિંગો થઈ હતી તેમાં જયંતિ ઠક્કર પણ હાજર હતા. જયંતિ ઠક્કરને ભાનુશાળી સાથે મનદુખ હતું. ભાનુશાળીની હત્યા થાય તો કચ્છના રાજકારણમાં પોતાને મોકળુ મેદાન મળે તેમ હતું. દિલ્હીમાં ભાજપના નેતા છબીલ પટેલ સામે યુવતિયએ બળાત્કારની ફરિયાદ કરી હતી. ત્યારે છબીલે પોતે ભાનુશાળીની હત્યા કરવાનું નક્કી થયું તેમાં જયંતિ ઠક્કર સામેલ થયો હતો.
જયંતિ ઠક્કર આ કેસના ફરાર આરોપીઓ સાથે હત્યા પહેલા અને હત્યા બાદ પણ સંપર્કમાં હતા. આ કેસના આરોપી મનિષા ગોસ્વામી, નિખીલ થોરાટ અને સુજીત ભાઉ સાથે સતત સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે. ફરાર થયેલા છબીલ પટેલ અને તેમનો પુત્ર સિદ્ધાર્થ પોલીસ સામે હાજર થવા માગતો હતો પરંતુ જયંતિ ઠક્કર વિવિધ કારણો અને ડર બતાડી તેમને પોલીસથી દૂર રાખી રહ્યા હતા, જયંતિ ઠક્કર અને છબીલ પટેલ અને ધંધામાં ભાગીદાર છે, પરંતુ હત્યામાં પણ ભાગીદારી કરતા પોલીસે જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરાની ધરપકડ કરી છે.