કડીમા દલિત વરરાજાએ વરઘોડો કાઢ્યો તો સામાજિક બહિષ્કાર કર્યો

ભેદભાવની વધુ એક ઘટના બની છે. મહેસાણાના કડી તાલુકાના લ્હોર ગામે, જ્યાં એક દલિત પરિવાર દ્વારા લગ્ન પ્રસંગે વરઘોડો કાઢતા વિવાદ ઉભો થયો છે. લ્હોર ગામે મેહુલ પરમાર નામના યુવકનાં લગ્ન હતા.અને તેનો વરઘોડો નીકળ્યો હતો.જેને લઇને ગ્રામજનોએ ભેગા થઈને ગામના દલિત સમાજ સાથે વ્યવહાર બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો.

ગામમાં લોકોએ એવું પણ નક્કિ કર્યું છે કે કોઇ સ્થાનિક વ્યક્તિ દલિત સમાજ સાથે વ્યવહાર કરે તો તેને રૂપિયા 5000 નો દંડ કરવામાં આવશે. દલિત સમાજના રહીશોને ગામમાંથી દૂધ, કરિયાણું કે અન્ય કોઈ વસ્તુ પણ આપવા પણ પ્રતિબંધ લાદી દેવાયો હતો. વિવાદને પગલે કેટલીક સામાજિક સંસ્થાઓના આગેવાનો લ્હોર ગામે પહોંચી ગયા હતા, બીજી બાજુ કોઇ અનિચ્છિત બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. સાથે જ કેટલાક દલિત આગેવાનોએ આ ઘટનાની નીંદા કરીને ન્યાયની માંગ કરી છે. બીજી તરફ ગુજરાત સરકારે સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપી દીધા છે.