શહેરા તાલુકામાં મનરેગા હેઠળના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરાયો. શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સરકારી યોજનામાં કોઈ પણ પ્રકારની સ્થળ પર કામગીરી કર્યા વગર ખોટા બિલો તેમજ ખોટા જોબકાર્ડ બનાવીને સરકારી નાણાંનો દૂર ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. મનરેગા યોજના અંતર્ગત જુથકુવા, કેટલશેડ, ચેકવોલ, ચેકડેમ રીપેરીંગ, માટી મેટલ રસ્તો, પેવર બ્લોક જેવી કામગારી કરી નહી હોવા છતા ખોટા જોબ કાર્ડ બનાવી દેવામાં આવ્યા હતા. લાભાર્થીઓની જાણ બહાર લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા છે.

શૌચાલયના બિલ બે-ત્રણ મહિના અગાઉ આપેલા હોવા છતાં લાભાર્થીઓને નાણાં મળ્યા નથી. તાલુકા પંચાયતમાં રૂપિયા બે હજારનો વહીવટી કરો તો જ લાભાર્થીને નાણાં મળતા હોવાના આક્ષેપ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો.

English





You must be logged in to post a comment.