મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામના આર્મીમાં બટાલીયન પ૦૮ માં કાશ્મીરના ગલેસરીયા વિસ્તારની સરહદ ઉપર ફરજ બજાવતા ઠાકોર પ્રવિણજી પ્રધાનજીનું ૧૬.૭.ર૦૧૯ ના રોજ આકસ્મીક કરંટ લાગતાં મોત થયું હતું. તેમનો મૃત દેહ વતનમાં લવાતા મુખ્ય પ્રધાન સહિત લોકોએ શ્રધ્ધાંજલિ આપી હતી.
સાંજે પાંચ વાગ્યે ટેન્ટમાં નહાવા માટે ગયા ત્યારે પાણી ગીઝરથી ગરમ થઈ રહેલા પાણીમાં કરંટ પ્રસરી જતાં તેવો પાણીને અડવા ગયા ત્યાંજ કરંટ લાગતાં આર્મી હોસ્પીટલમાં લઈ જવાયા હતા. જયાં તેમનું મૃત્યુ થયાનું ફરજ પરના ર્ડાકટરે જણાવ્યું હતુ.
પ્રવિણજીએ એક માસ પહેલાં લગ્ન કર્યા હતા. તેમની પત્ની પતિના શહીદીના સમાચાર સાંભળીને બેભાન થઈ ગઈ હતી. તેના ઉપર દુઃખના ડુંગરો તુટી પડયા હતા. તે સતત બેભાન અવસ્થામાં હોવાનું તેના પરિવારજનો કહી રહ્યા હતા.
ગરીબ પરિવાર ઝૂપડામાં રહી ખેતમજુરી કરી પરિવારનું પોષણ કરી રહ્યા છે. શહીદ પ્રવિણજીના પિતા ખેતરમાં ખેત મજુરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. પરિવારને રહેવા માટે માત્ર એક ઝૂપડુ છે. પરિવારને પ્રવિણજી આર્મીમાં લાગ્યા બાદ પરિવારને આર્થીક ટેક મળ્યો હતો.
પાર્થિવ દેહને અમદાવાદ હવાઈ મથકે લવાયો ત્યારે શ્રધાંજલિ અર્પણ કરી હતી. વિજયભાઈ રૂપાણીએ દેશ માટે ફના થઇ જનારા આ સેનાનીને પુષ્પાંજલિ કરી યથોચીત અંજલિ આપી હતી. ભારતીય સેનાના અમદાવાદ સ્થિત વરિષ્ઠ અધિકારી બ્રિગેડિયર સિંગ અને અન્ય સેના અધિકારીઓ જવાનોએ આ વીર જવાનને વિરોચીત સન્માન આપ્યું હતું.