કરણી સેના દ્વારા સોમવારે ગુજરાત બંધનું એલાનઃકાયદામાં સુધારાની માગણી

રાજકોટ,તા.૮ : એટ્રોસીટીના દુરૂપયોગના વિરોધમાં સૂર ઉઠી રહ્યો છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આગામી ૧૧મીના સોમવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. આ અંતર્ગત આવતીકાલે વેપારીઓ, સર્વજ્ઞાતિના પ્રમુખો, પ્રબુદ્ધ નાગરીકો સાથે મીટીંગ રાખવામાં આવેલ હોવાનું રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાનોએ જણાવ્યુ હતું. સોમવારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત બંધનું એલાન આપવામાં આવે છે. એસ્ટ્રોસીટી એકટના દુરૂપયોગના વિરોધમાં અને એમાં સુધારાની માંગણી કરવામાં આવી છે. જેમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજસિંહ શેખાવત પર જે ખોટી એટ્રોસીટીની ફરીયાદ રાપર ખાતે થઈ છે એ પાછી લેવાની માંગ કરવામાં આવી હતી પરંતુ પ્રશાસન તરફથી કોઈ જ સકારાત્મક પ્રતિભાવના મળવાના કારણે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સમગ્ર ગુજરાત પ્રદેશમાં બંધન એલાન કરાયુ છે. એટ્રોસીટી પર સુધારો અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી ઘોષીત કરવામાં આ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની મુખ્ય માંગ છે. જેના ભાગરૂપે રાપર ખાતે એક રેલી અને સભાનું આયોજન હતુ અને એ સભાના ભાગરૂપે રાજસિંહ શેખાવતએ મેદાનને અનુરૂભ ભાસણ આપેલ અને સમગ્ર સભા સંબોધી હતી જે કાર્યક્રમના ભાષણ પર રાજસિંહ શેખાવત પર ખોટી રીતે એટ્રોસીટી થઈ હોવાનું જણાવાયુ છે.