અમદાવાદ,તા 29
જે ઉદ્યોગપતિ દર વર્ષે પોતના કર્મચારીઓને લાખો ની ભેટ આપતો હોય અને આ ભેટની દેશભરમાં ચર્ચા જાગતી હોય તે આ વર્ષે એક કહે કે હવે આવી ભેટ સોગાદ હવે ઇતિહાસ બની ગઈ છે તો આપણા માનવામાં આવે. સ્વાભાવિક છે કે ન જ આંવે કારણકે વાત જ એવી છે. તેમાંય સુરતના હીરા ઉદ્યોગકાર સવજી ધોળકિયા આવી વાત કરે તો ઉદ્યોગોની ચિંતા જરૂર થાય .
હા.. સાચી વાત છે કે આ નિવેદન છે ડાયમેન્ડ કિંગ સવજી ધોળકિયાનું..હાલમાજ શ્રી હરિકૃષ્ણ એક્સપોર્ટ્સના ચેરમેન સવજી ધોળકિયાનએ કહ્યું હતું કે આ વર્ષે તેઓ દિવાળીમાં બોનસ રૂપે કોઈ કર્મચારીને ભેટ નહિ આપી શકે..તેમણે સ્પષ્ટતા કરી હતી કે આવર્ષે જે મંદીનો માર પડી રહ્યો છે તે 2008 કરતા પણ વધુ બેવડવાળી દેવડાવનારો છે..તેમનું કહેવું છે કે ખનન કંપનીઓએ મોટા પાયે ભાવમાં વધારો કરી દીધો છે અને પોલિશે ડાયમંડના દરોમાં સતત વધારો છે.પહેલીવાર એવું બન્યું છે કે હીરાની ટોચની કંપની ડી બીયર્સ કો.ને પોતાનું ઉત્પાદન ઘટાડવું દેવું પડ્યું છે.
સવજીભાઈ સૌથી વધુ ચિંતિત તેમના કામદારોની રોજી રોટી ને લઈને છે..તેઓ પોતના કર્મચારીઓને આ વખતે કોઈ મોંઘી ભેટ સોગાદ ને બદલે તેમની નોકરી બચાવવાના પ્રયાસ માં છે..સવજી ભાઈએ આંચકા જનક સમાચારએ આપ્યા છે કે આ વખતની મંદી ના મારે 40 હજાર કામદારોની રોજી છીનવી લીધી છે..જેમણે નોકરી ગુમાવી છે તેમના પરિવારો બેહાલ છે અને એટલેજ હવે વધુ ના થાય તે માટે કર્મચારીઓની નોકરી બચાવવાની જરુરી છે. પોતના કારખાનામાં કાર્યરત છ હજાર કામદારોની સતત ચિંતા કરતા સવજી ભાઈએ કામદારોની રોજી રોટી ન છીનવાય તે માટે એક પડકાર ઝીલ્યો છે. ત્યારે હવે સૌથી મોટી સવજી ભાઈ ની ચિંતા એ છે કે વિના કોઈ ધંધાએ કર્મચારીઓની નોકરી કરી રીતે બચાવવી..સવજી ધોળકિયા 2011થી પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ આપે છે. 2015માં સવજી ધોળકીયના શ્રી હરિ ક્રૃષ્ણ ગ્રુપે કર્મચારીઓને 491 કાર અને 200 ફ્લેટ આપ્યા હતા. 2018માં તેમણે બોનસ તરીકે 600 કર્મચારીઓને કાર આપી હતી.
અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની સવજીભાઈએ 13 વર્ષની ઉંમરે શાળા છોડીને સુરતમાં પોતના કાકા સાથે હીરા ઉદ્યોગમાં જોડાયા હતા.ત્યારબાદ તેમણે પાછું વળીને જોયું નથી। તેમના કાકા પાસે થી થોડી લોન લઇ ને 1919માં પોતાનું કારખાનું શરુ કારનારા સવજી ભાઈ આજે વિશ્વના 50 દેશોમાં હીરાની નિકાસ કરે છે.
કર્મચારીઓને સવજીભાઈની દિવાળી ભેટ
2014- પોતાના કર્મચારીઓ ને 50 કરોડનું કુલ દિવાળી બોનસ આપ્યું
2015- કર્મચારીઓને 491 કાર અને 200 ફ્લેટ બોનસ રૂપે આપ્યા
2016- કર્મચારીઓ ને 51 કરોડના ખર્ચે 1260 કાર અને 400 ફ્લેટ આપ્યા
2017- કર્મચારીઓને 200 કાર
2018- ત્રણ કર્મચારીઓએ 25 કારખાનામાં 25 વર્ષ પૂર્ણ કાર્ય તે બદલ ત્રણ મર્સીડીઝ કાર આપી
સુરતના હિરામાર્કેટમાં 20 ટકા કામ બંધ હાલતમાં પડ્યા છે અને જે કામ ચાલે છે તે પણ દયનિય સ્થિતિમાં ચાલે છે. ત્યારે સવજીભાઈની વાત આગામી ભયાનક સ્થિતિ નો ચિતારનો આભાસ આપતી જાય છે. જો સરકાર હજુ પણ નહિ ચેતે અને હીરા જેવા ઉદ્યોગોને રાહત નહિ આપે તો અનેક પરિવારો બેકારીના ખપ્પરમાં હોમાઈ જશે.