કાંકરીયાની રાઈડની 100 કરોડની જમીનનું 18 લાખ ભાડું ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને છેલ્લાં 19 વર્ષથી સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી. કંપનીના નામે લીઝથી ભાડેથી આપેલો છે. 28 જૂન 2019માં અમપાએ રૂ.28 લાખના વાર્ષિક ભાડેથી બે વર્ષ માટે આપવામાં આવ્યો હતો. કાંકરિયા લેક ફ્રન્ટની 10 હજાર ચો.મી. રૂ.100 કરોડથી વધુ કિંમતની જમીન સાથે જલધારા વોટર પાર્ક માત્ર વાર્ષિક રૂ.28 લાખના ભાડે આપવાની છેલ્લી બે બેઠકથી દરખાસ્ત મુલતવી રાખવામાં આવી હતી. ૧૯૯૮માં કાંકરિયાની ૧૦,૧૯૪ ચો.મી. જમીનમાં જલધારા વોટર પાર્ક બાંધવા માટે સુપર એમ્યુઝમેન્ટ કંપનીને 15 વર્ષ સુધી આપી હતી.  ૧૭ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. આ દરખાસ્તથી કરોડો રૂપિયાનું નુકસાન થવાનું હતું.