[:gj]ક્રિકેટનો 80 ટકા જુગાર ઓન લાઈન રમાયો, ગુજરાત પોલીસ મૌન [:]

[:gj]રમનારનું આઇડી કોઇ પણ હોય, ભાવ વિદેશની મંજૂરીવાળી ‘બેટફેર’ના જ હોય છે. બુકીઓ સટ્ટાની એપનું ઓપરેટિંગ વિદેશની ધરતી પરથી કરે છે. આવી એપના સર્વર પણ વિદેશમાં જ છે. આઇડી કોઇ પણ બુકીની હોય, દરેક આઇડીમાં ભાવ સરખા જ ખૂલે છે અને એ દરેક હાર-જીતના ભાવ વિદેશમાં સરકારની માન્યતા ધરાવતા ‘બેટફેર’માં જે ભાવ હોય એ ભાવ જ ફરે છે. આ માટે તમામ આઇડી બેટફેર સાથે લિન્કઅપ હોવાનું બુકી બજારનાં સૂત્રોએ જણાવ્યું હતું.મુખ્ય બુકીઓ પેટા બુકીઓને માસ્ટર આઇડી આપે છે. આ આઇડીમાં પેટા બુકીઓને તેની હાર-જીતની હેસિયત પ્રમાણે પાંચ લાખથી ૧૦-૨૦ કરોડ સુધીનું બેલેન્સ નાખી દેવામાં આવે છે. પેટા બુકીઓ તેના પંટરોને હાર-જીતની ક્ષમતા મુજબ ૧૦ હજારથી ૧ કરોડ સુધીની બેલેન્સ નાખી આપે છે. જેટલી રકમની એડવાન્સ ડિપોઝિટ આપે તેટલી જ રકમનું બેલેન્સ મળે છે, નિયમિત ચુકવણું કરી આપતા પેટા, બુકી પંટરને ડિપોઝિટથી બમણું, ત્રણ ગણું બેલેન્સ આપે છે અને વધુ વિશ્વસનીય હોય તો ડિપોઝિટ વિના બેલેન્સ અપાય છે.

બુકી, પંટરને આઇડી સાથે પાસવર્ડ આપવામાં આવે છે. આ પાસવર્ડથી જ એપ એક્ટિવ થાય અને સોદા થઇ શકે. જેટલું બેલેન્સ હોય એ બેલેન્સ પૂરું થઇ જાય તો એપમાં સોદો પડી શકતો નથી. (પંટર જેટલી રકમ જીત્યો હોય એ બેલેન્સમાં ઉમેરાતી જાય છે). સામાન્ય રીતે ક્રિકેટ સટ્ટામાં મેચ પૂરો થયાના બીજા દિવસે ‘સેટલિંગ’ (હાર-જીતની રકમની રોકડમાં લેતી દેતી) કરવામાં આવે છે પરંતુ આઇડી પર રમાતા સટ્ટામાં દર સોમવારે આખા અઠવાડિયાનું ‘સેટલિંગ’
થાય છે.[:]