કાંકરીયા રાઈડ તૂટી પડી તે જલધારા વોટર પાર્ક તંત્રનો પીપીપી અભિગમ હેઠળનો પ્રથમ પ્રોજેકટ ગણાય છે. અગાઉ તરવા આવેલાં બાળકના ડૂબી જવાથી અને શોર્ટ સરકિટથી મોતના બનાવ બન્યા હતા. સંચાલકો વિરુદ્ધ જે તે સમયે ભારે જનઆક્રોશ ભભૂકી ઉઠ્યો હતો પરંતુ છેવટે સમગ્ર મામલો રફેદફે થઇ ગયો હતો.
ગેરકાયદે બાંધકામ
મ્યુનિસિપલ સત્તાવાળાઓની રહેમ નજરથી ખાસ ઠરાવ કરીને સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરવાની વિશેષ સગવડ સંચાલકોને અપાઇ છે. વોટર પાર્કના ગેરકાયદે બાંધકામનો મામલો પણ વચ્ચે વિવાદસ્પદ બન્યો હતો. ધાબા પર મેરેજ ડોમ નિર્માણનો મુદ્દો વિવાદોમાં આવ્યો હતો.