[:gj]પશુઓ ટપોટપ મરી રહ્યાં છે, ડેરીના ખાણદાણના કારણે [:]

[:gj]પશુદાણની ગુણવત્તામાં સુધારા કરવામાં આવ્યા છે. પશુદાણની ગુણવત્તા વિશે આપણા દેશમાં કોઈ કાયદાકીય નિયંત્રણથી- નિયંત્રણ નથી. તેથી ભેળસેળ વધી છે. ગુજરાતમાં 2.71 કરોડ ગાય છે. 1 કરોડ ભેંસ છે. આમ દુધાળા પશુ 4 કરોડની આસપાસ છે. ગ્રોથ રેટ 5 ટકા છે. રોજનો 5 કરોડ કિલો ખાણદાણની ખપત છે. પશુને ખુલ્લામાં ખાણ આપવાથી 20 ટકાનો વ્યય થાય છે. પશુપાલકોનો આરોપ છે કે હલકી ગુણવત્તાનું ખાણદાણ ડેરીઓ આપે છે તેથી ગાય-ભેંસના મોત થાય છે. ગયા વર્ષે 200થી વધું પશુઓના મોત ખણદાણ પછી થયા હોવાનું પશુપાલકો માની રહ્યાં છે.

અરવલ્લીમાં મોત – સાગર દાણ

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના છભૌ ગામે સાબર દાણ ખાધા પછી દાણની ઝેરી અસરથી 25 ડિસેમ્બર 2019ના દિવસે 6 દુધાળા પશુઓ ટપોટપ મોત થયા છે. મોત નું સાચું કારણ શોધવા પીએમ કરવામાં આવ્યા છે. સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં પશુઓ તડફડી ખાઈ મોતને ભેટતા પશુપાલકોમાં સન્નાટો વ્યાપો હતો.

ચકાસણી કર્યા વગર જ દૂધ દૂધમંડળીઓમાં દાણ પહોંચતું કરવામાં આવતું હતું. અગાઉ પણ બાયડના રડોદારા ગામે ૩ પશુઓનું સાબર દાણ ખાવાથી મોત નીપજ્યું હતું. બંને જીલ્લામાં પશુપાલકો સાબર દાણ ખાવાથી પશુઓ બીમારીમાં પટકાયા હોવાની અને સાબર દાણ કાચું અને ભૂકો નીકળવાની બૂમો સમયાંતરે ઉઠી છે.

સાબર દાણની ગુણવત્તાની તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.

ચિકિત્સકો છભૌ ગામે દોડી આવ્યા હતા. સાબર દાણ અન્ય ખાનાર પશુઓને સારવાર આપી હતી. સાબર દાણ પશુઓ માટે જીવલેણ સાબિત થતા પશુપાલકોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે.

અમુલ દાણ

2019માં ખેડા જિલ્લામાં ભેદી રીતે દાણ ખાધા બાદ 150 વધુ પશુઓના મોત થયા છે.

ખેડાના અમુલ પશુ દાણ ખાવાથી ઠાસરા 15 અને ગળતેશ્વર તાલુકામાં 21 મળીને 36થી વધુ ગાયો- પશુઓના મોત થયા હોવાનો ખેડૂતોનો આરોપ હતો. કલેકટરે જણાવ્યું હતું કે, ગૌવંશના મોત અંગે ન્યાયિક તપાસ હાથ ધરાશે. સીટ કે સીઆઇડીને તપાસ સોંપવામાં આવે તેવી કિસાન યુનિયનની માંગ સામે કલેકટરે કહ્યું હતું કે, નિષ્પક્ષ તપાસ કરાશે અને કસૂરવાર સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે.

અમૂલના ચેરમેન રામસિંહ પરમારે તે સમયે જાહેરાત કરી હતી કે, ઠાસરા વિસ્તારના મૃત પશુઓના કુલ 104 રિપોર્ટ પશુમાલિકોને આપવાની બાંહેધરી આપી હતી.

ચરમીયા દાણના પેકીંગ પર કન્ટેન્ટ દર્શાવવામાં આવતું નથી. નાના પશુઓ દાણ આરોગતા નથી. આણંદ, ખેડા જિલ્લાની 1200 દૂધ મંડળીઓમાં સ્ટોક રહેલા ચરમીયા દાણના તમામ પેેકેટ અમૂલ દ્વારા પરત મંગાવવામાં આવનાર હતા.

ગ્રામજનોએ અનેક સ્થળે ડેરીમાં દાણની ગુણો પરત કરીને વિરોધ દર્શાવ્યો હતો.

અમુલના અધ્યક્ષ રામસિંહ પરમારે ખુલાસો કર્યો હતો કે અમુલનું દાણ વર્ષોથી એકજ ઢબે બને છે. કણજરી અને કાપડીવાવ ખાતે નવા સ્થપાયેલ પ્લાન્ટમાં પણ એક સમાન દાણ નું ઉત્પાદન કરવામાં આવે છે. ખોટી ગેર માન્યતામાંથી બહાર આવી પોતાના પશુઓને રસીકરણ કરાવવું જોઈએ.[:]