તેમણે શ્રમરત્ન, શ્રમભૂષણ, શ્રમવીર અને શ્રમશ્રી-શ્રમદેવી એવી વિવિધ કેટેગરીમાં ૧૩૫ શ્રમિકોને ૧૭.૬૦ લાખ રૂપિયાના પુરસ્કારો ૬૪ પારિતોષિક ગુજરાત સરકારે એનાયત કર્યાં હતા. બાંધકામ શ્રમયોગીઓને કામકાજના સ્થળે જઈને આરોગ્ય સેવા પૂરી પાડતી ૧૭ ધન્વતરી રથ-ડિસ્પેન્સરીનો શરૂ કરી છે. જેમાં નવ લાખથી વધુ શ્રમિકોને સારવાર આપી છે. નવા બીજા ૧૭ ધન્વન્તરી રથ શરૂં કરાયા છે.
મજૂરોને કોઠાસૂઝને બિરદાવવા પ્રતિ વર્ષ રૂપિયા ૮.૮૦ લાખથી વધુ રકમના એવોર્ડ આપવામાં આવે છે. શ્રમયોગી બાંધકામ બોર્ડ દ્વારા શ્રમયોગીના બાળકોને ધોરણ ૫ થી પીએચડીના અભ્યાસ માટે ૮૧૮૨૮ લાભાર્થીઓને રૂ. ૩૮ કરોડની શિક્ષણ સહાય ચૂકવી છે. શ્રમયોગી પત્નીને પ્રસૂતી સમયે રૂપિયા પાંચ હજારથી સાડા સાત હજારની સહાય દીકરીના જન્મ સમયે રૂપિયા ૧૦ હજારના ભાગ્યલક્ષ્મી બોન્ડ, શ્રમયોગીના મૃત્યુ સમયે પરિવારને સહાયરૂપ થવા નોંધાયેલા શ્રમયોગીઓને રૂ. 3 લાખ તથા ન નોંધાયેલા શ્રમિકોના પરિવારને રૂ. ૧.૫ લાખની સહાય ચૂકવાય છે. જેમાં ૨ વર્ષમાં ૨૭ લાભાર્થીઓને રૂ. ૫૨ લાખની સહાય તથા અંત્યેષ્ટિ યોજના હેઠળ ૨૦૧ લાભાર્થીને રૂ. ૧૦ લાખની સહાય ચૂકવી છે.
બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને બાંધકામ સાઈટ પર ભરપેટ ભોજન આપવા માટે રાજય સરકારે અન્નપૂર્ણા શ્રમિક
યોજના હેઠળ રૂ. ૧૦ના ટોકન ભાવે પોષણક્ષમ ભોજન આપ્યું છે અને અત્યાર સુધીમાં ૮૮.૧૭ લાખ શ્રમિકો
આનો લાભ લઈ રહ્યાં છે.
રાજ્યમાં ૪૨,૦૦૦ ફેક્ટરીઓ 7 લાખથી વધુ અન્ય એકમોમાં ૨૭ લાખથી વધુ કામદારોને કામ આપે છે.
શોપ એક્ટમાં ઐતિહાસિક સુધારો કરીને રાજ્યભરમાં નાની દુકાનો ૨૪ કલાક ખુલ્લી રહે તે માટે નિર્ણય કર્યો છે. બાંધકામ શ્રમયોગીને સમયસર બોનસ રાજ્ય સરકાર દ્વારા ચૂકવાય છે. જેમાં નવ લાખથી વધુ શ્રમયોગીઓને રૂ.૭૭૬ કરોડની રકમ સહાય તરીકે ચૂકવાઇ છે.
મોબાઈલ એપ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે જેના થકી સત્વરે સહાય તથા માર્ગદર્શન મળી રહેશે.
૬૪ પારિતોષિકો શ્રમયોગીઓને એનાયત કરાયા હતા. જેમાં રાજય શ્રમ રત્ન પારિતોષિક પેટે રૂ. ૨૫ હજાર, રાજય શ્રમ ભૂષણ હેઠળ રૂ. ૧૫ હજાર, રાજય શ્રમ વીર હેઠળ રૂ. ૧૦ હજાર અને રાજ્ય શ્રમશ્રી-શ્રમદેવી હેઠળ રૂ. ૫ હજારનો ચેક,
મોમેન્ટો આપવામાં આવ્યા હતા.