કામ ન થયા બંધ ઊંચો કરી દીધો

પર્યાવરણ સુરક્ષાના અને પુનાર્વાસના કામો પુરા ન થયા છતાં 138 મીટર ઊંચો બંધ બાંધી દેવાયો. નર્મદા નદીનું જંગલ કાપવાના કારણે કુદરતી ચક્ર વેરવિખેર થયું છે. ચોમાસામાં અતિવર્ષા અને પુરનો પ્રકોપ – ઉનાળામાં પાણી ઘટી જાય છે. મધ્ય પ્રદેશની ભાજપ સરકારે 2016માં નર્મદા સેવા યાત્રા કાઢી. નવા વૃક્ષો વાવી જંગલ વિસ્તાર વધારવાની વાત કરી હતી. જંગલોનું રક્ષણ કરતાં તે તો હવે નર્મદાની ખીણ છોડી વસાહતોમાં રહેવા મજબૂર થયા છે. નદીના પાણીના જળગ્રહણ ક્ષેત્રોમાં મોટા મોટા બંધોને કારણે પશ્ચિમી મધ્ય પ્રદેશના 43000 હેક્ટર વિસ્તારમાં જંગલો ડૂબી ગયા હતા. વૃક્ષોથી ઉજ્જડ થયેલા વિસ્તારનો કાંપ હવે બંધમાં ઠલવાવા લાગ્યો છે. બંધમાં અગાઉ કરતાં વધું માટી ભરાઈ રહી છે.