નર્મદા જિલ્લામાં ચાર ગામની ગ્રામપંચાયત ની ચૂંટણી યોજાઈ જેમાં સરેરાશ મતદાન 65 થી 70 ટકા જેટલું નોંધાયું છે જેમાં કુંવરપરા ગ્રામપંચાયતની ચૂંટણી આઝાદી બાદ પ્રથમ વાર યોજાઈ રહી છે કુંવરપુરા ગામને અલગ ગ્રામપંચાયતનો દરજ્જો મળતા ગામમાં પ્રથમ વાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું હતું.જેનો ઉત્સાહ જોવા મળ્યો હતો ગ્રામપંચાયત ચૂંટણીમાં પ્રથમ વાર વોટ આપવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી.અને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી સાથે ગ્રામજનો દ્વારા સારા સરપંચ ચૂંટી લાવી ગામનો વિકાસ થાય તેવી આશા સેવી રહ્યા છે,આ સાથે નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય પી.ડી.વસાવાએ પણ આ ગામનો વિકાસ થાય માટે પોતાની ગ્રાન્ટ માંથી પણ રોડ રસ્તા અને પાણી ની વ્યવસ્થા કરવાની વાત કરી હતી.ચૂંટણીમાં નર્મદા પોલીસ દ્વારા બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ બાબતે ગામના આગેવાન નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે,અમારું ગામ નાતો રાજપીપલા નગરપાલિકામાં આવતું હતું નાતો ભચરવાડા ગામમાં અમારે જાતિ અવાક જન્મ મરણ ના દાખલા કઢાવવા હોય તો ઘણી મુશ્કેલી પડતી જેથી અમે ઘણી રજૂઆતો કરી આંદોલનો કર્યા ત્યારે અમને અલગ ગ્રામપંચાયત નો દરજ્જો મળ્યો છે અને અમને ખુશી છે આજે પ્રત્યેક ગ્રામજનો ખુશી થી મતદાન કરે છે. જોકે જાણવા મળ્યા મુજબ ભચારવાળા નવી વસાહત ના મતદારો એ મતદાનનો બહિષ્કાર કરતા એ તરફનું ઘણું ઓછું મતદાન જોવા મળ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું.