કુસ્તીના ગામના અસ્ત પણ ગુજરાતની મહિલાઓ કુસ્તીમાં નિપુણ બની રહી છે

સંસ્કૃતિ સાથે વણાયેલી કુસ્તીની રમત આદી અનાદીકાળથી રમવામાં આવી છે. આ રમત રમવાથી ખેલાડીઓનું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. માનસિક તણાવથી મુક્ત, ખેલદિલી જન્મે છે. મોબાઇલ ગેમ અને સોશિયલ મીડિયા સતત વ્યસ્ત જોવા મળે છે.  કિંમતી સમય તેમાં બરબાદ થઈ જાય છે. 4 ઓક્ટોબર 2019માં પાટણમાં રાજ્યકક્ષાની ત્રિ-દિવસીય બહેનોની કુસ્તી સ્પર્ધામાં 500થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. જિલ્લાઓમાં બીજા 600 મહિલાઓએ ભાગ લીધો હતો. ગુજરાતમાં હવે કુસ્તી આગવી રમત બની ગઈ છે.

પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે શરૂં કરેલી મહિલા કુસ્તી અને કરાટેના કારણે ગુજરાતની યુવતિઓ કુસ્તી બાજ બની રહી છે.

ફોગટ જેવું ગુજરાતનું કુટુંબ 

ફોગટ પિતા પોતાની પુત્રીઓને કુસ્તીબાજ બનાવીને આંતરરાષ્ટ્રિય કુસ્તીમાં વિજેતા મેળવે છે અને તેના ઉપરથી દંગલ ફિલ્મ પણ બની હતી. આવો જ દંગલ ફિલ્મ જેવો કિસ્સો ગુજરાતમાં બન્યો છે.

અમદાવાદની રિધ્ધી પરમારના પિતા હિરેન પરમાર બોક્સર રહી ચુક્યા છે. 1996માં બોક્સિંગમાં રાજ્યકક્ષાએ મેડલ મેળવી ચુક્યા છે. હાલ હિરેનભાઇ કાપડ મીલમાં નોકરી કરે છે. પુત્ર દક્ષરાજ ખેલમહાકુંભમાં રેસલીગમાં જિલ્લા સ્તરે મેડલ જિત્યો છે તો પુત્રી રિધ્ધી કુસ્તીમાં રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ જીતી લાવી છે.

હીરેની આર્થિક પરિસ્થિતિ સારી નથી. સરકારી સહાય આવાસમાં રહે છે. દિકરી રિધ્ધી ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે સાથે રેસલિંગની પ્રેક્ટિસમાં પણ પુરતું ધ્યાન આપે છે.
રિધ્ધીના માતા ફાલ્ગુની પરમાર કહે છે કે, રેસલિંગને કારણે દિકરીની ફિટનેસ સારી રહે છે. અભ્યાસમાં પણ એકાગ્ર રહી શકે છે. દિકરીની સુરક્ષાની ચિંતા રહે છે, ત્યારે રિધ્ધી કુસ્તી થકી સ્વસુરક્ષા કરવા પણ સક્ષમ બની છે. રિદ્ધિ નાનપણથી જ તોફાની અને ઉગ્ર સ્વભાવની છે. આથી તેના પિતાએ તેની શક્તિને રમતના મેદાનમાં કામે લગાડવાનો નિર્ણય કર્યો હતો.

રિધ્ધીએ શરુઆતમાં મણીનગરમાં બોક્સિંગની તાલીમ મેળવી હતી. તાલિમ વર્ગ બંધ થઈ જતાં દુર જવું પડતું હતું, જેના પરિણામે બોક્સિંગ છોડવું પડ્યું હતું. રિધ્ધી નિરાશ થઇ અને શાળાના અભ્યાસ પર પણ અસર થઇ હતી. બાદમાં રેસલિંગ કોચ વિષ્ણુસરની પ્રેરણાથી તેણી રેસલિંગમા જોડાઇ અને કાઠુ કાઢી રહી છે.

રિધ્ધીએ પ્રથમ પ્રયાસે રેસલિંગમાં રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ મેળવેલો છે.

તે રેસલિંગમાં આગળ ધપાવવા કટિબધ્ધ છે 

ફેબ્રુઆરી 2019માં સુરતમાં જુનિયર કુસ્તી ચેમ્પિયનશિપમાં ગુજરાતની ભારતીએ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી પ્રતિયોગિતામાં ત્રણ મેડલ મેળવ્યા છે. તેનું સિલેક્શન ઓરિસ્સા ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્તરની જુનિયર કુસ્તી ચેમ્પિયનશિપમાં થયું છે. રાજ્યને ગૌરવ અપાવનારી ભારતી અનાથ આશ્રમમાં મોટી થયેલી છે. ટાંચા સાધનો અને સુવિધા સાથે ખેલ મહાકુંભમાં ભારતીએ બ્રોન્ઝ મેડલ જીતેલા છે. ભારતી માટે ફિલ્મ દંગલ પ્રેરણા પૂરી પાડે છે.

દેવમાલ ગામનો કુસ્તીબાજનો ઈતિહાસ 

અમદાવાદથી 125 કિલોમીટર દૂર મહેસાણાના દેલમાલ ગામમાં રહેતા પહેલવાનો ભારતની આઝાદી પહેલાં સૈનિકોને મલ્લયુધ્ધ શીખવતા હતા. પહેલવાનોનું મૂળ આમ તો મોઢેરા છે. અખાડાની પરંપરા જાળવી રાખી છે. ખેતરનું કામ પૂરું કરીને લીમજા માતાની પૂજા કરીને પછી ગામના વડીલો, યુવાનો અને બાળકો કુસ્તીના પાઠ શીખે છે. રાજાશાહી વખતથી આ ગામમાં પહેલવાનો તૈયાર થાય છે.

સાલીયાણું બંધ

બ્રાહ્મણ પહેલવાનોનો ઇતિહાસ જીવંત છે, યુદ્ધ કલામાં માહેર હતા અને પહેલા મોઢેરામાં વસતા હતા. કુસ્તીના દાવપેચમાં વજ્ર મુઠ્ઠીનો પ્રહાર શીખવે છે. જેમણે દેલમાલ ગામ આપેલું એ ગાયકવાડના મહારાજા કુસ્તી શીખવવા બોલાવતા અને સાલીયાણું આપતાં હતા. ભારત સરકારે તે બંધ કર્યા પછી અહીં કુસ્તી ખતમ થઈ રહી છે.

કુ્સ્તીના દાવની શોધ

કુસ્તીમાં હનુમંતી, જાંબુવંતી, જરાસંધી અને ભીમસેની દાવ અગત્યના છે. અહીંના પહેલવાનોએ વજ્ર મુઠ્ઠી દાવની શોધ કરી હતી. જેનાથી ભલભલા પહેલવાનો ધૂળ ચાટતા થઈ જતા હતા. વજ્રમુષ્ટિ કળા શીખવા અંગ્રેજો પણ આવતા હતા. પણ હવે આ ગામના કુસ્તીબાજો હરિફાઈમાં ટકી શક્યા નથી. કોઈ કુસ્તીબાજ અહીં પાકતાં નથી.

સરકાર મદદ કરે

અહીં સરકાર તરફથી કુસ્તીની કળાને આગળ વધારવા માટે કોઈ મદદ મળતી નથી. તેમને મદદ કરવામાં આવે તો ગુજરાતમાંથી સારા કુસ્તીબાજો તૈયાર થાય એમ છે.

ફરિયાદનો નિકાલ

રાજદરબારમાં આવેલી ફરિયાદના નિકાલ માટે પહેલાવનોને સુરક્ષા અને સમાધાન માટે મોકલાતા હતા. કચ્છના મહારાજા અને રાજસ્થાનના રાજાઓ તેમને અંગરક્ષક તરીકે લઈ ગયા હતા. તો કેટલાક પહેલવાનો દક્ષિણ ભારતમાં મૈસૂરમાં જઈને વસ્યા છે.

ખીલજીને હરાવ્યો

અલ્લાઉદ્દીન ખિલજીની સેના જ્યારે કનોજથી ઊંઝા જતી હતી ત્યારે આગળ વધતા મોઢેરા પહોંચી હતી. અલ્લાઉદ્દીન ખિલજીએ હરાવવાનું કરવાનું નક્કી કર્યું હતું. મોઢેરામાં રહેતા આ પહેલવાનોએ લક્ષ્મણ જેઠી નામના પહેલવાનની આગેવાની હેઠળ અલ્લાઉદ્દીન ખિલજીના પહેલવાનો અને ખીલજીના સરદાર જહાનોરોઝને પણ હંફાવ્યો હતો. સેનાને હંફાવી હતી. ખિલજીને પાછા જવાની ફરજ પાડી હતી એ પછી તેઓ 200 કુટુંબો દેલમાલમાં આવીને વસ્યા હતા.