કૃષ્ણના લગ્ન જ્યાં દર વર્ષે થાય છે

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના માધવપુર-ઘેડ ખાતે પ્રખ્યાત માધવપુરના મેળો 14મી એપ્રિલ, 2019 થી તા. 18મી એપ્રિલ, 2019 દરમિયાન 5 દિવસ માટે યોજવામાં આવ્યો છે. ચૈત્ર માસમાં માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રુકામનીજીના વિવાહ થયા હતા. ભગવાનની ફુલેકા યાત્રા નિકળે છે. માધવરાયજીનો વરઘોડો નિકળી ચૉરી મંડપમાં પહોંચશે અને રાત્રે ભગવાન અને રુક્મણીજીના લગ્નની વિધિ થશે. આ સાથે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોના મનોરંજન માટે મલ્ટી મિડિયા શો, ખાણીપીણી બજાર, મેળામાં ભગવાન શ્રીકૃષ્ણ તથા રૂક્મણીના વિવાહ ને લગતા લોક નાટક નું આયોજન, સાંજે વિવિધ સાંસ્કૃતિક ભવ્ય કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે.