two virgin lands in Gujarat, Karna’s cremation and Krishna’s wedding,
અહીં જે વાત લખવામાં આવી છે તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. પણ પુરાણો અને ધર્મ ગ્રંથોમાં તેના ઉલ્લેખ છે. અને વડનું ઝાડ છે.
અમદાવાદ 9 જાન્યુઆરી 2020
ગુજરાતનો માધવપુરનો મેળો અરુણાચલ પ્રદેશના મિશ્મિ જનજાતિ સાથે જોડાયેલો છે. મિશ્મિ જનજાતિના મૂળ સુપ્રસિદ્ધ રાજા ભીષ્મક અને તેમના દ્વારા તેમની પુત્રી રુક્ષમણી તેમજ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા છે. આ ઉત્સવ રુક્ષમણીની ભગવાન શ્રીકૃષ્ણ સાથેની અરુણાચલ પ્રદેશથી ગુજરાતની સુધીના અમર પ્રવાસની ઉજવણી કરે છે. દિબાંગ ખીણ પ્રદેશ જિલ્લાના નીચલા હિસ્સામાં રોઇંગની નજીક આવેલા ભીષ્મક નગરનો ઉલ્લેખ કાલિકા પુરાણમાં પણ જોવા મળે છે. દર વર્ષે રામનવમીથી શરૂ થતો આ સાંસ્કૃતિક મેળો પ્રાચીન સંસ્કૃતિની સ્મૃતિ કરાવે છે.
માધુપુર કુંવારી ભૂમિ ગણવામાં આવતી હતી.
તેથી એપ્રિલ 2020ના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં યોજાનારા માધવપુરના મેળામાં ભારતના પૂર્વોત્તરના આઠ રાજ્યો ભાગ લેશે. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે મેળો રામનવમી પર્વના બીજા દિવસથી એટલે કે 2 એપ્રિલથી શરૂ થશે.
માધવપુર ઉપરાંત, ગુજરાતના અમદાવાદ સહિત અન્ય મુખ્ય શહેરોમાં પણ NER પ્રદેશના સાંસ્કૃતિક પરફોર્મન્સ, કળા પ્રદર્શન અને ફુડ ફેસ્ટિવલને સમાવતા કાર્યક્રમો યોજવામાં આવે
માધવપુરના મેળાને લોકપ્રિય બનાવવા માટે 1 માર્ચ, 2020 ના રોજ મલ્ટિમીડિયા જાહેરાત અભિયાન શરૂ કરવામાં આવશે. પૂર્વોત્તર સાથે ગુજરાતના સાંસ્કૃતિક એકીકરણને ચિહ્નિત કરશે.
એક અઠવાડિયા સુધી ચાલનારા આ ‘ઉત્સવ’માં અરુણાચલ પ્રદેશ, મણિપુર અને પૂર્વોત્તરના અન્ય રાજ્યોના કળા, નૃત્ય, સંગીત, કવિતા, વાર્તા અને લોક નાટકની ધબકતા સંસ્કૃતિ જોવા મળશે જેનો મૂળ હેતુ બંને પ્રાંતોની ભવ્ય સંસ્કૃતિને એકીકૃત કરવાનો છે.
માધવપુર ઘેડ, નાનું સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું ગામ છે. ભગવાન શ્રીકૃષ્ણએ રાજા ભીષ્મકની પુત્રી રુક્ષમણી સાથે લગ્ન કર્યાં હતા. માધવપુર પોરબંદરની નજીક, દરિયા કિનારે આવેલું છે. 15મી સદીમાં અહીં માધવરાય મંદિરનું નિર્માણ થયું હતું. જેના નામે તેનું નામ માધવપુર પડ્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને એક સુંદર રથમાં બિરાજમાન કરીને ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે અને સામાન્યપણે આ કાર્યક્રમ પાંચ દિવસ સુધી યોજાય છે.
આસામના સમુદાયો તેમના પ્રાંતનું પ્રસિદ્ધ લોકનાટક રુક્ષમણી હરણ દર્શાવશે. મણિપુરનું સંગીત વૃંદ ખુલ્લોંગ ઇશેઇ અને નાટ શૈલીમાં રુક્ષમણીને લગતા ગીતો ગાશે. અરુણાચલ અને મણિપુરના સમૂહો દ્વારા રજૂ થનારા નાટકોમાં રુક્ષમણી અને કૃષ્ણને લગતી દંતકથાઓ અને અરુણાચલનું ઇદુ મિશ્મી લોકનૃત્ય પણ આ મેળાનું આકર્ષણ રહેશે. આ મેળામાં ગુજરાતની કળા અને ક્રાફ્ટ્સ, હસ્ત બનાવટની ચીજોનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવશે.
પોરબંદર શહેરથી આશરે ૬૦ કિ.મી.નાં અંતરે જોડાયેલ છે. પ્રાચીન દ્વારકા માધવપુર પણ એક હોવાનો દાવો છે. ઘેડપંથકની ઘણી જગ્યાએ એક હજાર વર્ષ પહેલાનાં અવશેષો મળી આવે છે.
કપિલમુનિની દેરી, પાંચ પાંડવની દેરી, જમણી શુંઢના ગણેશનું મંદિર, ઘણા શિલ્પો છે. જેથી તે ગણેશજાળુ તરીકે પ્રખ્યાત છે. ગદાવાવ, બ્રહ્મકુંડ, પાળીયા, બળદેવજીનો મંડપ, રેવતીકુંડ, રામદેવપીરનું મંદિર છે. આ ઉપરાંત વૈષ્ણવોનાં મહાપ્રભુજી ની ૮૪ બેઠકોમાંની ૬૬ મી બેઠક અહીં માધવપુરમાં આવેલી છે.
શ્રી ઓશો આનંદ આશ્રમ પણ આવેલો છે. જયાં દેશ વિદેશમાંથી આ આશ્રમની મુલાકાતે આવે છે. ગામથી થોડે દુર મધુવંતી નદીને કિનારે સુર્યમંદિર આવેલું છે.
માધવ મંદિર
માધવપુરમાં મુખ્ય તો માધવરાયજીનું પૌરાણિક મંદિર આવેલું છે. ભગ્નમંદિર સોલંકી ઢબનું ચૌદમી પંદરમી સદીનું ગણાય છે. મંદિર ઉતમ શિલ્પખચિત છે. તેની પ્રાચીનતા અને કલાસમૃધ્ધિ નયનાર્ષક છે. સમુદ્રકિનારા પર રેતીથી અર્ધ દટાઈને ઇતિહાસ જાળવીને હજુ પણ આ મંદિર બેઠુ છે. મંદિરનું શિખર વર્તુળાકાર છે. પુર્વે ઉત્ખન્ન દરમિયાન મંડોવરનો મહત્વનો નીચેનો ભાગ દટાયેલો મળી આવ્યો હતો. તેની આસપાસ જીર્ણવાવ, સપ્તમાતૃકા અને અન્ય મંદિરના ભગ્નાવશેષો પણ મળીઆવેલા છે. માધવરાયજીનાં આ મંદિરને ૧૬ થાંભલા છે. ૧૬ થાંભલાયુકત મંડપ “સિંહમંડપ” તરીકે જાણીતો છે. તેમાંના આઠ થાંભલા શિખરને ટેકવે છે. બાકીનાં આઠ સ્તંભ મંડપ તથા પ્રવેશની છતને ટેકવે છે. માધવરાયજીનું આ જુનું મંદિર પુરાતત્વનાં અવશેષરૂપે સાચવવામાં આવેલુ છે. નવું મંદિર લગભગ સતરમી સદીમાં બનાવેલુ છે. જે પોરબંદરનાં રાણા વિકમાતજી અને રૂપાળીબાએ બંધાવી આપેલ છે. આ નવા મંદિરમાં જુના મંદિરની જ પ્રતિમા (મુર્તિઓ) પધરાવવામાં આવેલ છે.
કાંપને ઘસડી જવાની શક્તિ નથી હોતી. આથી મુખ પાસે કાંપ એકત્ર થતો જાય છે. નદીના આવા ભાગને ઘેડ કહે છે.
અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં બે કુંવારી ભૂમિ આવેલી છે. એવા આ રાજ્યમાં ભૂમિને નંદનવન બનાવવાના બદલે ઉજ્જડ બનાવવામાં આવે છે,
કુંવારી ભૂમિ માધુપુર ઘેડ
પોરબંદરથી 60 કિલોમિટર દૂર દરિયા કિનારે જિલ્લાના માધવપુર ઘેડ સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું ગામ છે. સોમનાથથી 58 કિ.મી. ઉત્તર – પશ્ચિમે માધવપુર છે. જે દ્વારકા હોવાનું માનવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણએ રાજા ભીષ્મકની પુત્રી રુક્ષમણી સાથે લગ્ન કર્યાં હતા. 15મી સદીમાં અહીં માધવરાય મંદિરનું નિર્માણ થયું હતું. જેના નામે તેનું નામ માધવપુર પડ્યું છે.
ગુજરાતનો માધવપુરનો મેળો અરુણાચલ પ્રદેશના મિશ્મિ જનજાતિ સાથે જોડાયેલો છે. રુક્ષમણીની ભગવાન શ્રીકૃષ્ણ સાથેની અરુણાચલ પ્રદેશથી ગુજરાતની સુધીના પ્રવાસની ઉજવણી કરે છે. દર વર્ષે રામનવમીથી મેળો થાય છે. આ સ્થળે લાંબા કાળથી ચૈત્ર માસમાં કૃષ્ણ-રુકમણિ-વિવાહ ઊજવાતો આવ્યો છે.
ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિની રથમાં શોભાયાત્રા આજે પણ કાઢે છે. પ્રાચીન દ્વારકા માધવપુર પણ એક હોવાનો દાવો છે. ઘેડ વિસ્તારમાં ઘણી જગ્યાએ એક હજાર વર્ષ પહેલાનાં અવશેષો મળી આવે છે. થોડે દુર મધુવંતી નદીને કિનારે સૂર્યમંદિર આવેલું છે.
માધવપુરમાં 14મી સદીનું માધવરાયજીનું પૌરાણિક ભગ્ન મંદિર છે. શિલ્પખચિત છે. ઉત્ખન્ન દરમિયાન મંડોવરનો મહત્વનો નીચેનો ભાગ દટાયેલો મળી આવ્યો હતો. નવું મંદિર લગભગ સતરમી સદીમાં બનાવેલુ છે. કાંપને ઘસડી જવાની શક્તિ નથી હોતી. આથી મુખ પાસે કાંપ એકત્ર થતો જાય છે. નદીના આવા ભાગને ઘેડ કહે છે.
સુરતની કુંવારી ભૂમિ
ફુલપાડા ગામ ખાતે તાપી નદીના કિનારે આવેલા પાંચ પાંડવનો ઓવારો છે. જ્યાં પાળો બાંધવાના કારણે નામશેષ થઇ જવાની દહેશત હતી. ઓવારા નજીક આવેલા ત્રણ પાનના વડની કુંવારી ભૂમિ ઉપર કર્ણને અગ્નિ દાહ આપવામાં આવ્યો હોવાનો મહાભારતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાંડવોએ કર્ણનું તર્પણ કર્યું હતું. તાપી નદીના કિનારે સુરતના અશ્વિની- કુમાર વિસ્તારમાં 5000 વર્ષ પૂર્વે એટલે કે લગભગ દ્રાપર યુગના સમયનું ત્રણ પાનનું વૃક્ષ છે. વડમાં ચોથું પાન આવે એટલે તરત જ ખરી જાય છે. તાપી નદી સૂર્યની પુત્રી છે. કર્ણ સૂર્ય પુત્ર હતો. અંતિમ વિધિ પણ એક કુંવારી જગ્યા પર થાય એવી તેની અંતિમ ઈચ્છા હતી. સોય જેટલી કુંવારી ભૂમિ પર અંતિમ વિધિ કરવામાં આવી હતી.
વૈજ્ઞાનિક રીતે શક્ય નથી એવા દોઢ ફૂટના વડના ત્રણ પાન બ્રહ્મા,વિષ્ણુ અને મહેશના પ્રતિક હોવાનું કહે છે. સરકારી શાળામાં પણ આનો અભ્યાસ હતો. ઘણા ઇતિહાસકાર અહીં આવી ગયા છે. અશ્વિની અને કુમાર બંને કર્ણના ભાઇ અને તાપી કર્ણની બહેન છે. અશ્વિની અને કુમારે ભૂમિ પર તપ કર્યું હતું. કર્ણ દાનવીર હતો, સુરતમાં આજે મોટા દાનવીર પેદા થાય છે. જે રીતે શિવાજીએ સુરતને લૂંટ્યું હતું તે રીતે ભાજપના નેતાઓ ગુજરાતની ભૂમિને લૂંટી રહ્યાં છે.