ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપા પ્રદેશ કાર્યાલય, ગાંધીનગર ખાતે કેન્દ્રીય બજેટ અને રાજ્ય અંદાજપત્ર વિષય પર પ્રદેશ સ્તરનો વર્કશોપ યોજાયો હતો.
નીતિનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ બજેટ સંવેદનશીલ સરકારનું સંવેદનશીલ બજેટ છે. જેમાં અનેક પ્રકારના સંવેદનાસભર નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમકે,
• મુખ્યમંત્રી પશુદાણ યોજના અંતર્ગત દરેક પશુપાલકને તેમના એક ગાય કે ભેંસ દીઠ, એક પશુના વિયાણ દરમિયાન એક માસ માટે કુલ ૧૫૦ કી.ગ્રા. પશુદાણની ખરીદી પર ૫૦ ટકા રકમની સહાય. જે માટે કુલ ૨૦૦ કરોડની સહાય.
• પાંજરાપોળોને અપગ્રેડ કરવા ૧૦૦ કરોડની જોગવાઈ.
• મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે ૨૭ કરોડની જોગવાઈ.
• સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા આશરે ૧,૨૨,૪૫૦ દિવ્યાંગ બાળકો માટે દ્રશ્ય-શ્રાવ્ય સાધનો પુરા પાડવા ૫૦ કરોડની જોગવાઈ.
• ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના વ્યાપને વધુ વિસ્તારવા નવી ૧૫૦ એમ્બ્યુલન્સ ખરીદવા ૨૭ કરોડની જોગવાઈ.
• વૃદ્ધાશ્રમ નિભાવ ગ્રાન્ટ માસિક રૂ. ૧,૫૦૦ થી વધારીને રૂ. ૨,૧૬૦.
• નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના અંતર્ગત માસિક રૂ. ૭૫૦ની સહાય આપવામાં આવે છે. જેમાં હવે ૭૫ વર્ષ કે તેથી વધુ વયના નિરાધાર વૃધ્ધોને માસિક રૂ. ૧,૦૦૦ પેન્શન આપવામાં આવશે.
• શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત નોંધાયેલા બાંધકામ શ્રમિકોને માત્ર રૂ. ૧૦માં ભોજન આપવામાં આવે છે. જેનો લાભ હવે યુ-વિન કાર્ડ ધારક શ્રમિકોને પણ મળશે.
• બાંધકામ શ્રમિકના પત્ની તથા મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસુતિ સહાય પેટે કુલ રૂ. ૨૭,૫૦૦ આપવામાં આવશે.
• જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા અનાજમાં ઉમેરો કરી પહેલીવાર તુવેરદાળનું પણ વિતરણ કરવામાં આવશે. લાભાર્થી દીઠ વાર્ષિક ૧૨ કી.ગ્રા. તુવેરદાળનું વિતરણ કરવામાં આવશે.
• રાજ્યભરમાં પ્રતિ ૧૦,૦૦૦ની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર.
• સુરેન્દ્રનગર જીલ્લાના ૧,૫૦૦ જેટલાં અગરિયા કુટુંબો માટે ‘રણ આંગણવાડી’.
• કચરો અને પ્લાસ્ટિક વીણવાનું કામ કરતા રેગપીકર્સ – શ્રમજીવીઓને સહાય માટે રૂ. ૫૬ કરોડની જોગવાઈ.
• શાકભાજી-ફળફળાદી વેંચતા ફેરિયાઓને તાપ અને વરસાદથી રક્ષણ મળે તે માટે મોટી ટકાઉ છત્રીઓનું વિતરણ કરવામાં આવશે.
• વર્તમાન સમયમાં જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી માનવજાતને થતાં નુકશાનને અટકાવવા માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વધુ લોકો વળે તે માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક રૂ. ૯૦૦ સહાય આપવામાં આવશે.
• મૂંગા પશુ-પક્ષીઓની સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ની સેવાઓ ૩૧ શહેરોમાં વધુ સુદ્રઢ બનાવવા માટે રૂ. ૧૩ કરોડની વધુ જોગવાઈ.