[:gj]ઘરની છત પર સૂર્ય ઊર્જા પેદા કરવા એક લાખ લોકોએ માંગણી કરી [:]

One lakh people demanded to generate solar energy on the roof of the house

[:gj]સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના ૨૫ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ કાર્યાન્વિત કરી છે.

છેલ્લા પાંચ માસમાં ૧,૦૫,૭૯૪ વીજ ગ્રાહકો વીજ ગ્રાહકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુઃ ૪૦૩ મેગાવોટ વીજ ઉત્પાદન થશે
લોકપ્રતિસાદ અને રજુઆતોને ધ્યાને લઇ ચાલુ નાણાકીય વર્ષમાં અરજી નોંધણીની છેલ્લી તારીખ ૨૮.૦૨.૨૦૨૦ હતી તે વધારીને ૧૫.૦૩.૨૦૨૦ કરવામાં આવી.
વીજ ગ્રાહકો પોતાના ઘરવપરાશની વીજળીના વપરાશ બાદ ઉત્પાદિત થતી વધારાની વીજળી વેચી આવક મેળવશેઃ રાજ્ય સરકાર આ વીજળી ખરીદશે
ગત વર્ષે અંદાજપત્રમાં આ યોજના માટે રૂા.૬૧૦ કરોડ ફાળવ્યા હતાઃ આ વર્ષે રૂા.૯૧૨ કરોડની ફાળવણી
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ નોડલ એજન્સીઃ રૂફટોપ યોજના માટે ૪૫૯ એજન્સીઓ માન્ય કરાઈ
યોજનાને મળેલ વ્યાપક જન પ્રતિસાદને લક્ષમાં લઈને અરજી કરવાની મુદત તા. ૧૫/૩/૨૦૨૦ સુધીલંબાવવામાં આવી

સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે. રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપ ને પ્રોત્સાહન અને વેગ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરાઈ હતી. રહેણાંક હેતુના ગ્રાહકો પોતાના ઘર પર સૌર ઉર્જા ઉત્પન્ન કરી વધારાની ઉર્જા ગ્રીડમાં વેંચી વધારાની આવક મેળવી રહ્યા છે. વીજ ગ્રાહકો વીજ ઉત્પાદન પોતાના ઘરવપરાશ બાદ ગ્રીડમાં મોકલેલ વધારાની વીજળી વીજવિતરણ કંપની દ્વારા રૂા.૨.૨૫ ના દરે ખરીદવામાં આવશે. સોલાર રૂફટોપની અરજી કરવાની ,સ્થાપિત કરવાની અને તેને સંલગ્ન વિવિધ કામીગીરીની દેખરેખ માટે ઓનલાઈન પોર્ટલ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. સાથે સાથે ઓનલાઈન અરજીની નોંધણી માટે દસ્તાવેજી પુરાવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. આગામી ત્રણ વર્ષમાં ૧૮૦૦ મેગાવોટની સોલર રૂફટોપ ક્ષમતા સ્થાપિત કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. જેથી ખેતીવાડી ફીડરના કૃષિ ગ્રાહકોને દિવસ દરમિયાન પાવર આપી શકાશે.

આ યોજના હેઠળ ચાલુ નાણાંકીય વર્ષમાં અરજી નોંધાવવા માટે છેલ્લી તારીખ ૨૮/૨/૨૦૨૦ રાખવામાં આવેલ પરંતુ આ તારીખ લંબાવવા માટે થયેલ અનેક રજુઆતો તેમજ અત્યાર સુધીમાં આ યોજનાને મળેલ ભારે પ્રતિસાદને લક્ષમાં લઈને આ તારીખને ૧૫/૩/૨૦૨૦ સુધી લંબાવવામાં આવેલ છે.

૨૦૧૯-૨૦ દરમિયાન અંદાજપત્રમાં રૂા.૬૧૦ કરોડની જોગવાઈ કરાઈ હતી. યોજનાની સફળતાને પરિણામે આ વર્ષે પણ રૂા.૯૧૨ કરોડની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે. એજન્સી દ્વારા સોલાર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન બાદ પાંચ વર્ષ માટે મેઇન્ટેનન્સ કરવામાં આવે છે. સોલાર રૂફટોપ સિસ્ટમની કામગીરીની ગુણવત્તાને સુનિશ્ચિત કરવા માટે વીજ વિતરણ કંપનીના ઇજનેર દ્વારા સોલર પીવી મોડ્યુલોનું ઇન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે. વધુ સારી કામગીરીની ખાતરી કરવા માટે, ૭૫ % પીઆર (સોલાર સિસ્ટમનો પર્ફોર્મન્સ રેશિયો) એજન્સીઓ દ્વારા રાખવામાં આવે છે અને તેની ખાતરી આપવામાં આવે છે.

મોડ્યુલો વિદેશી બનાવટના મંજુર કરાતા નથી. આનાથી ભારતમાં સોલર સેલ્સ અને મોડ્યુલોના ઘરેલું ઉત્પાદનને વેગ મળશે. વીજ ગ્રાહક ૧ (એક) કિલોવોટ DC કે તેથી વધુ કોઈપણ ક્ષમતાની સોલાર સિસ્ટમ બેસાડી શકશે, તેના માટે તેના કરારીત વિજભારની મર્યાદા લાગુ પડશે નહીં. લાભાર્થીને સબસીડી વધુમાં વધુ ૧૦ કિ.વો.ની ક્ષમતા સુધી અપાશે.

રહેણાંક ક્ષેત્રમાં રૂફટોપના મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપવા માટે, સ્થાપિત અને કાર્યાન્વિત થયેલ સોલાર રૂફટોપ સિસ્ટમ ઉપર ૩ કિલોવોટ સુધી નિયત કરેલ કિંમતના ૪૦% સબસિડી તથા ૩ કિલોવોટથી વધુ અને ૧૦ કિલોવોટ સુધી ૨૦% સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત રહેણાંક હેતુના વીજ ગ્રાહકો કે જેમણે અગાઉની યોજના દરમ્યાન સોલાર રૂફટોપ સીસ્ટમ સ્થાપિત અને કાર્યાન્વિત કરેલ હોય અને તેની રહેણાકની હયાત સોલર સિસ્ટમની ક્ષમતામાં વધારો કરવા ઈચ્છેતો તેઓ પણ વિવિધ શરતોને આધિન સબસિડી મેળવવા પાત્ર ગણાશે જેમાં અગાઉ કાર્યાન્વિત કરેલ સોલાર સીસ્ટમની ક્ષમતા ૧૦ કિ.વો. કરતા ઓછી હોય તો, અગાઉ કાર્યાન્વિત કરેલ સોલાર સીસ્ટમની ક્ષમતામાં વધારો કર્યા સાથેની સોલાર સીસ્ટમની કુલ ક્ષમતા ૩ કિ.વો. સુધી હોય તો માત્ર વધતી સોલારક્ષમતા પર ૪૦% સબસીડી મળવાપાત્ર રહેશે અને જો વધારો કર્યા સાથેની સોલાર સીસ્ટમની કુલ ક્ષમતા ૩ કિ.વો. થી વધુ અને ૧૦ કિ.વો. કે તેથી ઓછી હોયતો માત્ર વધારેલ સોલાર ક્ષમતા પર ૨૦% સબસીડી મળવા પાત્ર રહેશે.

ગ્રૂપ હાઉસિંગ સોસાયટી (GHS)/રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિએશન (RWA)ની સોસાયટીની લાઇટ, સોસાયટીનુ વોટરવર્કસ, લિફ્ટ, જીમ, સ્વીમિંગ પુલ, બગીચો વગેરે જેવી મઝિયારી (Common) સુવિધાઓના વીજ જોડણો માટે સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવા ૨૦% સુધીની સબસિડી (CFA) આપવામાં આવે છે. GHS /RWA માટે સોલર રૂફટોપ પ્લાન્ટની ક્ષમતા ઘર દીઠ ૧૦ કિલોવોટની મર્યાદામાં વધુમાં વધુ કુલ ૫૦૦ કિલોવોટ સુધી સબસીડી આપવામાં આવશે.[:]